26th January selfie contest

અયોધ્યા ચૂકાદા બાદ શિક્ષણમંત્રીની માનતા પૂરી થઇ, 29 વર્ષ બાદ ખાશે આ વસ્તુ

PC: facebook.com/imBhupendrasinh

અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે શનિવારના રોજ મોટો ફેંસલો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજોની પીઠે ફેંસલો સંભળાવ્યો હતો કે, વિવાદીત જમીન રામલલા વિરાજમાનને આપવામાં આવી છે. સાથે જ સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં 5 એકર જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાના કારણે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 29 વર્ષ પહેલા લીધેલી બાધા પણ પૂર્ણ થઇ ગઈ છે અને હવેથી તેઓ મીઠાઈ ખાઈ શકશે.

1990માં 25મી સપ્ટેમ્બરના રોજ લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી ત્યારે એ રથ યાત્રામાં ભુપેન્દ્રસિંહ ચૂડાસમા પણ જોડાયા હતા અને તે સમયે તેમને બાધા રાખી હતી કે, તેઓ જ્યાં સુધી રામ મંદિર નહીં બંધાય ત્યાં સુધી તેઓ મીઠાઈ ખશે નહીં. આ વાત લોકસભાની ચૂંટણી સમયે પાલનપુરમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં લોકોને યાદ આપવી હતી. આ સંમેલનમાં હાજરી આપ્યા બાદ તેમને મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે 1990-91માં લાલ કૃષ્ણ અડવાણીજીએ રામમંદિર માટે રથયાત્રા કાઢી હતી ત્યારે મેં બાધા રાખી હતી કે, જ્યાં સુધી રામ મંદિર નહીં બંધાય ત્યાં સુધી હું મીઠાઇ નહીં ખાવ, અને જ્યારે રામ મંદિર બંધાશે ત્યારે હું અંબાજી જઇને બાધા છોડીશ.

આજે જયારે સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિરને લઇને મહત્ત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે, ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બર 1990ના રોજ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા કાઢવામાં આવી હતી, તે સમયે હું યાત્રામાં સામેલ હતો અને ત્યારે મેં ભગવાનની બાધા રાખી હતી કે, જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાવ. આજે 29 વર્ષ પછી મારી આ બાધા ફળી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp