તાપણું કરી રહેલી બાળકી માટે કાર યમરાજ બનીને આવી, ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત

PC: zeenews.com

અમદાવાદમાં વાડજ વિસ્તારમાં કારચાલકે બાળકીને અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું, જ્યારે અન્ય એક વૃદ્ધને ઈજા પહોંચી છે. ઘરની બહાર તાપણું કરી રહેલી 11 વર્ષની ધ્રુવિને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત થયુ હતું ત્યારે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ હતા અને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે કારચાલકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના વાડજ વિસ્તારમાં કિરણ પાર્કમાં અકસ્માત થયો હતો. 20 વર્ષનો રાહુલ તેની ફ્રેન્ડ સાથે ભીમજીપુરાથી વિજય ચાર રસ્તા તરફ ટ્યૂશનમાં જઈ રહ્યો હતો, ત્યારે અચાનક કારનું ટાયર ફાટી ગયું હતું અને કાર સ્પીડમાં હતી તેના લીધે કાર પરથી કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં તાપણું કરી રહેલા લોકો સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર યમરાજ બનીને 11 વર્ષની ધ્રુવિ માટે આવી અને તેના પર ગાડી ચઢી ગઈ હતી અને સાત થી આઠ ફૂટ જેટલી ફંગોળાઈ હતી અને ઘટના સ્થળે જ ઘ્રુવિનું મોત થયું હતું.

તેમજ આ અકસ્માતમાં અન્ય એક બાળકી અને વૃદ્ધને ઈજા થઈ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમજ અકસ્માતના કારણે બે વાહનોને નુકશાન થયું છે. પોલીસે કારચાલકની ધરપકડ કરીને યુવક અને સગીર મિત્રની પૂછપરછ કરી રહી છે. તેમજ કારની સ્પીડ કેટલી હતી તે પણ તપાસવામાં આવશે. અકસ્માતના લીધે કારના આગળના ભાગનો કૂચડો થઈ ગયો હતો. સૌથી ચોંકાવનારી બાબત પોલીસની સામે આવતા પોલીસના પણ હોંશ ઉડી ગયા હતા. કેમ કે, 20 વર્ષના રાહુલ પાસે કાર ડ્રાઈવ કરવાનું લાયસન્સ જ નથી. જેના લીધે વગર લાયસન્સે કાર ડ્રાઈવ કરીને બાળકીનું મોત થવાથી પોલીસ રાહુલની સામે કડક કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp