26th January selfie contest

પાવાગઢમાં દાનમાં આવેલા સોના-ચાંદીને ઓગાળવામાં ઘટ મામલે હાઈકોર્ટે કર્યો આ આદેશ

PC: pinimg.com

યાત્રાધામાં પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવતા સોના-ચાંદીને ઓગાળ્યા પછી તેમાં ઘટ આવવાના કારણે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોચ્યો છે. એક રીપોર્ટ અનુસાર ભક્તો તેમની મનોકામના પૂર્ણ થતા માતાજીની માનતા પૂર્ણ કરવા માટે સોનું-ચાંદી માતાજીને ચડાવે છે. આ સોના-ચાંદીને મંદિર ટ્રસ્ટ દ્વારા ઓગાળીને મંદિરમાં જરૂર મૂજબ રાખવામાં આવે છે. અત્યાર સુધી દાનમાં આવેલું સોનું-ચાંદી ઓગાળવામાં આવે તેમાં 10થી 20% જેટલી ઘટ આવતી હતી. જો કે, હવે આ ઘટમાં વધારો થઈને 20થી 40% જેટલી આવવા લાગી છે.

ઘટનું પ્રમાણ વધવાના કારણે મંદિરના પૂર્વ ટ્રસ્ટી કૈલાશભાઈ ઠાકોર દ્વારા ચેરીટી કમિશનર અને હાઈકોર્ટમાં સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળીને આદેશ કર્યો છે કે, ચેરીટી કમિશનર દ્વારા જે રીપોર્ટ આપવામાં આવ્યો છે. તે કેસને બે અઠવાડિયાની સમય મર્યાદા નક્કી કરીને ચેરીટી કમિશનરને કેસનો નીકાલ લાવવાના નિર્દેશ કર્યા છે.

પૂર્વ ટ્રસ્ટી કૈલાશભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચેરીટી કમિશનર અમદાવાદ, ગોધરા અને બરોડાને ત્રણેયને લેખિતમાં અરજી આપીને આ બાબતે કાર્યવાહી કરવા જણાવ્યું. પણ આ લાગતા વળગતા સત્તાવાળાએ મારી અરજીનો કોઈ જવાબ ન આપ્યો એટલે મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 10747/2016થી મારા એડવોકેટ દ્વારા રીટ પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. ગઈકાલે તેનો નામદાર ગુજરાત જસ્ટીસ દ્વારા બે અઠવાડિયા આ સમગ્ર મામલે પગલાં લેવા માટે ચેરીટી કમિશનરને આદેશ કર્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp