કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આગામી દિવસોમાં 2 વાર ગુજરાત આવશે

PC: thehindu.com

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં આવી રહેલી 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલાં કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે તેમ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમિત શાહ 27 અને 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપના નેતાઓને મળે તેવી સંભાવના છે. ગાંધીનગરના ભાટ પાસે અમૂલ ડેરીના નવા પેકેજીંગ પ્લાન્ટને તેઓ ખુલ્લો મૂકવાના છે.

અમિત શાહ ગુજરાતમાં બે દિવસ રોકાવાના છે. તેમની આ મુલાકાતને રાજકીય રીતે પણ જોવામાં આવી રહી છે, કેમ કે આવતા મહિને ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે. અને આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ છે. તેઓ પ્રદેશના પદાધિકારીઓને મળીને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઇ સ્ટેટેજી બનાવે તેવી સંભાવના છે.

આ ઉપરાંત તેઓ ડિસેમ્બર મહિનામાં ફરી ગુજરાત આવશે. તે વખતે તેઓ સુરત આવવાના છે. હાલમાં જ સુરત ખાતે 24 નવેમ્બરે યોજાયેલા સ્નેહમિલનમાં દિલ્હીથી વર્ય્યુઅલી જોડાયેલા અમિત શાહે કહ્યું હતું કે તેઓ ડિસેમ્બર મહિનામાં સુરત આવવાના છે. 

સૂત્રો એવું પણ કહી રહ્યાં છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અત્યારે ભાજપ કે કોંગ્રેસ પાર્ટી તેમના રાજકીય પ્રતિકો સાથે ક્યારેય ચૂંટણી લડી નથી. માત્ર સરપંચના ઉમેદવારોને આ બન્ને પાર્ટીઓએ સમર્થન આપ્યું છે પરંતુ એવું લાગી રહ્યું છે કે ભાજપ તેના ચૂંટણી ચિન્હ સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે. જો કે સરકારને એવો રસ છે કે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને અને તે માટે ગ્રામ પંચાયતોની ગ્રાન્ટમાં મોટો વધારો કરી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને કેવી સ્ટેટેજી અને રણનીતિ બનાવે છે તેની પર ગ્રામ પંચાયતોની ચૂંટણીનો આધાર છે. જો પાર્ટી સિમ્બોલ વિના ઉમેદવારોને સમર્થન કરશે તો તેમનો ઉપયોગ વિધાનસભાની ચૂંટણીમાં પણ કરી શકાય તેમ છે. હાલ રાજ્યમાં 90 ટકા જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા ભાજપના કબજામાં છે. આ સમયે જો ગ્રામ પંચાયતો પણ ભાજપના કબજામાં આવી જાય તો વિધાનસભાની ચૂંટણી જીતવામાં ભાજપને સરળતા રહે તેમ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp