નર્મદા ડેમ ભરવા મામલે CM વિજય રૂપાણીએ મધ્ય પ્રદેશ સરકારને આપ્યો જવાબ

PC: facebook.com/vijayrupanibjp

સરદાર સરોવર ડેમ ભરવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મધ્યપ્રદેશ સરકારને જવાબ આપ્યો છે કે, ડેમ ભરવો અમારો આધિકાર છે. મધ્ય પ્રદેશ સરકારના ડેમ ભરવાના સવાલ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશથી છોડવામાં આવતા પાણીને રોકવામાં નહીં આવે તો ગુજરાતના ગામઓ પાણીમાં ડૂબી જશે.

આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસકોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમની 138.60 મીટરની કેપેસીટી છે અને મારા અનુમાન અનુસાર 137.50 મીટર સપાટી સુધી તો ડેમ ભરાઈ ગયો છે અને મધ્યપ્રદેશમાંથી એટલું પાણી છોડાઈ રહ્યું છે કે, એ પાણી નહીં રોકીએ તો ભરૂચની આગળના તમામ ગામડાઓ પાણીમાં ડૂબી જશે. એક તરફ મધ્યપ્રદેશ નર્મદામાં પાણી છોડી રહ્યું છે અને તેના કારણે 10 લાખ કયુસેક પાણી અમે છોડીએ છીએ તો પણ નર્મદાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.

પ્રેસ કોન્ફરન્સ

પ્રેસ કોન્ફરન્સ

Posted by Vijay Rupani on Friday, 13 September 2019

જો આ પાણી નહીં રોકવામાં આવે તો ગામડાઓનું શું થશે. ત્યાં પણ નુકશાન થશે. અમારો અધિકારી છે પૂરો ડેમ ભરવા માટે. વિસ્થાપન કરવા માટે ગુજરાતને જે રાશી મધ્યપ્રદેશ સરકારને જમા કરાવવાની હતી તે 500 કરોડ કરતા વધારેની રકમ ગુજરાત સરકારે મધ્યપ્રદેશ સરકારને આપ્યા છે. સુપ્રીમકોર્ટે જે રકમ નક્કી કરી હતી તે તમામ અમે ચૂકવી દીધી છે અને હવે વિસ્થાપિતોને ફરીથી સ્થાપિત કરવા માટેનું કામ મધ્યપ્રદેશ સરકારનું છે. આ કામ તેમને બે વર્ષ પહેલા કરવું જોઈતું હતું. તે આજ સુધી નથી કર્યું એટલે અત્યારે ચોરી પર શીનાજોરી થઇ રહી છે. એ લોકોને જ્યારે કામ કરવાનું હતું ત્યારે તેમને ન કર્યું અને હવે તેઓ કોર્ટમાં જઈ રહ્યા છે. આ બધી વાતો સારી નથી મધ્યપ્રદેશને સહકાર આપવો જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp