કોરોનાની સ્થિતિને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય સચિવની સમીક્ષા બેઠક

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરો અને જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી કોરોનાને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, વેક્સીનેશન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. રાજ્યના દરેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશનરની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવે કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્ય સચિવે મહાનગરોમાં કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉપર વિશેષ ભાર મૂકી તે સ્થળોની વિઝીટ અંગે સૂચના આપી હતી. માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તિ કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન કરે તેની ખાસ તકેદારી રાખવા અને દિવસભર સતત પોલીસ વિઝીટ કરાવવા સૂચના આપ્યાની સાથોસાથ દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ધન્વંતરિ રથ અને સંજીવની રથ શરૂ કરી રોજ-બરોજ મોનિટરિંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં, દરેક જિલ્લાઓમાં રસીકરણની કામગીરી અંગે વિગતો મેળવીને મુખ્ય સચિવે વધુને વધુ રસીકરણ કેમ્પનું આયોજન કરી બંને ડોઝની 100 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે જે પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp