26th January selfie contest

દશેરાએ આ શહેરમાં 100 બેડની હોસ્પિટલનું CM ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે

PC: khabarchhe.com

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.15/10/2021ના રોજ શુક્રવારે સુરત શહેરના પ્રવેશદ્વારા સમા સિમાડા ચાર રસ્તા(સરથાણા) ખાતે 100 બેડની AAIHMS સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ & રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ થશે. માત્ર રૂા.100ના કન્સલ્ટીંગ ચાર્જ સાથે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓનું સચોટ નિદાન સાથે સારવાર થશે. આ હોસ્પિટલમાં 25 અત્યાધુનિક આઈ.સી.યુ.ની સુવિધા, અત્યાધુનિક ઓપરેશન થિએટર સાથે હ્રદય અને કેન્સરને લગતા અદ્યતન સાધનો સાથેની હોસ્પિટલની આસપાસના વિસ્તારની અંદાજિત 15 લાખની વસ્તીને સીધો લાભ થશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની આયુષ્માન કાર્ડ યોજના તથા વાહન અકસ્માત યોજના, બાલ સખા યોજનાની સારવાર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનશે. રાજ્યના નામાંકિત 25 સુપર સ્પેશ્યાલિસ્ટ તથા 15 સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની ટીમ દ્વારા દરિદ્રનારાયણની સારવાર શકય બનશે. જેનાથી દક્ષિણ ગુજરાતના નાગરિકોને સીધો લાભ મળશે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા અન્ય ધારાસભ્યઓ, નામાંકિત ડોકટરો ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp