26th January selfie contest

CM રૂપાણીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પાહિન્દ વિધિ કરાવી પ્રસ્થાન કરાવ્યું

PC: twitter.com/vijayrupanibjp

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પાહિન્દ વિધિ કરાવી પ્રસ્થાન કરાવ્યુ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને સતત બીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પાહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથ ને નગર યાત્રા એ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

વિજય અને નીતિન એ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રા ને 141 માં વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણી થી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગર માં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે નગર યાત્રા એ જવા વિદાય આપી હતી.

મુખ્યમંત્રી એ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલી ને ભક્તો ને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મંદિર પરત આવશે.

તેમણે જગન્નાથજી ની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે વરસાદ પણ સર્વત્ર સારો થાય તેવી કૃપા વાંછના પણ આ વેળા એ કરી હતી.

અષાઢી બીજ કચ્છીઓનું નૂતન વર્ષ છે એ અવસરે વિજય એ કચ્છી સમાજના સૌ ભાઈ બહેનો ને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp