પોરબંદરમાં ભારતીય જળ સીમામાં ફરી થયો પ્રતિબંધિત સેટેલાઈટ ફોનનો ઉપયોગ

PC: marsat.ru

ભારતીય જળ સીમામા પ્રતિબંધિત ફોનનો ઉપયોગ કરવાનો મામલો પોરબંદરમાં સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સલાયાના વહાણમાં ક્રૂ મેમ્બર દ્વારા સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે કોસ્ટ ગાર્ડ દ્બારા સલાયાના વહાણને ઝડપી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ કસ્ટમને સોંપાયું હતું. કસ્ટમ દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના કારણે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

એક રીપોર્ટ અનુસાર પાકિસ્તાન અને ભારત વચ્ચે વણસી રહેલી સ્થિતિના કારણે ભરતીય બોર્ડર અને જળસીમામા પાકીસ્તાન તરફથી હુમલો થઇ શકે છે તેવા ઈનપૂટ સામે આવતા જળસેનાને હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સલાયાનું એક વહાણ પોરબંદરથી પસાર થઈ રહ્યું હતુ. આ દરમિયાન ભારતીય જળ સીમામાં વહાણના ક્રૂ મેમ્બર દ્વારા પ્રતિબંધિત સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે કોસ્ટગાર્ડ અને અન્ય સિક્યોરિટી એજન્સીની સિક્યોરિટી સિસ્ટમના આ સેટેલાઈટ ફોન ડિટેકટ થયો હતો. જેના કારણે કોસ્ટગાર્ડ દ્વારા સેટેલાઈટ ફોન સાથે વહાણના ક્રૂ મેમ્બરોને પકડી પાડીને કસ્ટમને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોરબંદર SOGએ ક્રૂ મેમ્બર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp