જસદણ પેટાચૂંટણીઃ કુંવરજી બાવળીયાની સામે આ ઉમેદવારને ટિકિટ આપી શકે છે કોંગ્રેસ

PC: facebook.com/kunvarjibavalia

કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરનારા કુંવરજી બાવળીયાની સામે જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસ કોને ઉભા રાખશે, તેને લઇને અનેક ચર્ચા ચાલી રહી છે. BJPમા ગયેલા કુંવરજી બાવળીયાને હરાવવા માટે કોંગ્રેસ કોઇ કચાસ છોડવા માંગતી નથી. બંને પાર્ટીઓએ પેટાચૂંટણી માટે પ્રચાર પણ ચાલુ કરી દીધો છે, ત્યારે કુંવરજી બાવળીયાની સામે કોંગ્રેસમાં જે ઉમેદવારને ઉભા રાખશે, તેમાં હાલમાં બે નામની ચર્ચા ચાલી રહી છે.

કોંગ્રેસ જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ કે અવસરભાઇ નાકિયાને આ સીટ પર ટિકિટ આપે તેવી શક્યતા વર્તાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું અને તેમને તુરંત કેબિનેટ મિનિસ્ટર પણ બનાવી દેવામાં આવ્યા હતા. કોળી સમાજ પર કુંવરજી બાવળીયાનું પ્રભુત્વ જોતા BJPએ પણ તેમને મોટા સ્થાન પર મૂકી દીધા હતા.

પરંતુ રિપોર્ટ મુજબ BJPમા જોડાવાના નિર્ણયથી કુંવરજી બાવળીયાના સમાજના લોકો જ તેમનાથી નારાજ છે. કુંવરજી બાવળીયા માટે પેટાચૂંટણી સહેલી નહીં રહે તે પાક્કું છે. તેમની સામે રાજ્યસભા ઇલેક્શનમાં ક્રોસ વોટિંગ કરનારા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇને ટિકિટ મળી શકે છે. અવસરભાઇનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે. રિપોર્ટ મુજબ જસદણ બેઠક માટે 7 કે 9 ડિસેમ્બરે મતદાન થઈ શકે છે અને 11 ડિસેમ્બરે રિઝલ્ટ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp