કોંગ્રેસનો જૂથવાદ ભ્રષ્ટાચારી જૂથમાં ફેરવી દેવાઈ છે

PC: Wikipedia.org

કોંગ્રેસને લોકો મત આપીને જીતાડે છે અને કોંગ્રેસ તેને જૂથવાદમાં ડૂબાડે છે. રાજ્યમાં અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કોંગ્રેસ પાસે આવી તો ખરી પણ તેમાં સગાવાદ, જૂથવાદના કારણે ગુમાવી પણ છે. આવું જ હવે રાજુલા નગરપાલિકામાં થઈ રહ્યું છે. બે મહિના પહેલાં રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં કોગ્રેસને જંગી બહુમતી આપી હતી.

કુલ 28 નગરસેવકોમાંથી કોંગ્રેસના 27 નગરસેવકો છે. જેમાં પ્રમુખ પદે મીના વાઘેલાની નિમણૂક એક તરફી ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કરાઈ હતી. મીના વાઘેલા પોતે ધારાસભ્ય અમરીશ ડેરના જૂથના હોવાથી તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. બીજા સભ્યોનો વિરોધ છતાં તેમને પ્રમુખ બનાવવામાં આવતાં હવે તેમની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે.

તેનું મુખ્ય કારણ એ છે કે, કોંગ્રેસના 27 સભ્યોમાંથી 19 સભ્યોએ મીના વાઘેલા સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને તેમને ખસેડવાની માંગણી કરી હતી. અમરીશ ડેરના ખાસ મીના વાઘેલાની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. તેની સામે એટલું જોખમ વધી ગયું છે કે, 70 પોલીસનો કાફલો આજે સવારથી જ કચેરી પર ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં જિલ્લા નાયબ પોલીસ વડા, ફોજદાર અને પાંચ ઉપરી ફોજદાર મૂકવામાં આવ્યા છે. કોંગ્રોસનો જૂથવાદ અને ભ્રષ્ટાચાર બાદ સામે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આંખ આડા કાન કરી રહ્યાં છે. 19 સભ્યો એક અઠવાડિયાથી ભૂગર્ભમાં જતાં રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp