કોંગ્રેસના MLAએ પક્ષનો હોદ્દો છોડવો પડશે, સંગઠનમાંથી ધારાસભ્યની થશે બાદબાકી

PC: Facebook.com

કોંગ્રેસના MLAs પક્ષનો કોઈ હોદ્દો ધરાવતાં હશે તો તેમણે તે હોદ્દો છોડવો પડશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ નીતિ વિષય નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે જે ધારાસભ્ય હોય તે પ્રજા લક્ષી કામ કરવા માટે ધ્યાન આપે તે અત્યંત જરૂરી છે. વળી જે બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય નથી તે બેઠક પર નજીકની બેઠકના ધારાસભ્ય ધ્યાન આપી શકે તે અત્યંત આવશ્યક છે.

કોંગ્રેસનું સંગઠન સંભાળતાં હોય એવા હોદ્દેદારની સાથે ધારાસભ્ય પણ હશે તો તેમણે પક્ષના સંગઠનનો હોદ્દો છોડી દેવો પડશે. જેથી સંગઠનમાં પૂર્ણ સમય કામ કરી શકે તેવા યુવાનોને સ્થાન આપી શકાય અને તે પક્ષ માટે કામ કરી શકે. આમ થતાં સંગઠન વધારે મજબૂત થશે. ગુજરાતમાં કોંગ્રેસના 77 ધારાસભ્યોમાંથી 32 ધારાસભ્યો પક્ષમાં પણ હોદ્દેદાર છે. તેઓ પ્રજાકીય પ્રશ્નોમાં વધારે ધ્યાન આપી શકે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જોકે, પક્ષ પ્રમુખ અમિત ચાવડા પોતે MLA છે. પણ તેમના માટે અપવાદ ગણવામાં આવશે. બીજા તમામ ધારાસભ્યો હવે સંગઠનમાં રહેશે નહીં. પક્ષ પ્રમુખ પોતે વિધાનસભામાં હોવાથી પ્રજાના પ્રશ્નો સારી રીતે રજૂ કરી શકશે. તેથી પક્ષને બેવડો લાભ થશે. વળી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે પક્ષ પ્રમુખ સારી રીતે સંકલન કરીને પક્ષ માટે વ્યૂહરચના ગોઠવી શકશે. ગમે તેમ પણ હોદ્દા છોડવા કોઈ ધારાસભ્યોને ગમશે નહીં પણ તેમણે બીજા માટે સ્થાન ખાલી કરી આપવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp