કોંગ્રેસ સવર્ણ સમાજને અનામતનો લાભ અપાવવા માંગતી ન હતીઃ નીતિન પટેલ

PC: navgujaratsamay.com

ગુજરાતમાં સવર્ણ સમાજને 10 ટકા અનામતના અમલની જાહેરાતને પગલે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આક્ષેપ કરીને કોઈ પણ અભ્યાસ કર્યા વગર આ નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોંગ્રેસ ઉપર પલટવાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ સવર્ણ સમાજને ન્યાય અપાવવા માંગતી ન હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક કામ કર્યું છે.  સવર્ણ સમાજના યુવાનોને સરકારી નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામતનો લાભ આપીને સોનેરી તકો ઉભી કરી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય યોગ્ય છે. કોંગ્રેસે દાયકાઓ સુધી દેશમાં શાસન કર્યું છે પરંતુ તેમણે આવો કોઈ નિર્ણય લીધો ન હતો.

તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અનામત આંદોલન દરમિયાન યુવાનોને ગેરમાર્ગે દોરીને તેનો રાજકીય લાભ તેવાનો કોંગ્રેસનો બદઈરાદો હતો. સવર્ણ સમાજને 10 ટકા અનામતનો કાયદો બની ગયો છે જે કોંગ્રેસને ગમ્યું નથી. કોંગ્રેસ સવર્ણ સમાજને ન્યાય અપાવવા માંગતી ન હતી.  જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે ઝઘડાવામાં અને જાતિવાદ ફેલાવાની તેની મેલી મુરાદ હતી, પરંતુ વડાપ્રધાન સવર્ણ સમાજને આ તક આપી તે કોંગ્રેસ પચાવી શકતી નથી.

ગુજરાત સરકારે 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય લીધો છે. એટલે આવનારી સરકારી નોકરીમાં પણ સવર્ણ સમાજના યુવાનોને તેનો લાભ મળશે. ભાજપ સરકાર ઓબીસી અને એસસીએસટી અનામતને નુકશાન ન થાય તેનું પણ ચોક્કસ ધ્યાન રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp