ગુજરાતમાં કોંગ્રેસ નેસ્તનાબૂદ ન થઈ, ફરી 60% પંચાયતો પર કોંગ્રેસનું રાજ રહેશે

PC: facebook.com/pareshdhananiofficial

રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણીમાં 31માંથી 21 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતમાંથી 124 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ રહી છે. ભાજપે કોંગ્રેસ મુક્ત ગુજરાતનું સૂત્ર આપીને કોંગ્રેસને ખતમ કરીને માત્ર ભાજપ જ સત્તા પર રહે વિરોધ પક્ષ સદંતર નાબૂદ થઈ જાય આવી કામગીરી ગુજરાતમાં હાથ ધરી હતી. પણ તેમાં ભાજપને મોટી લપડાક અઢી વર્ષ પહેલાં મળી હતી. ડિસેમ્બર 2015 સુધીમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ રહ્યું હતું. હવે પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણી ફરી એક વખત શરૂ થઈ છે. જેમાં મોટા ભાગે આ રીતે જ સત્તા કોંગ્રેસ પાસે રહેશે. પણ ભાજપે અનેક પંચાયતમાં કોંગ્રેસની સત્તા તોડવા અને લોકોએ આપેલા ચૂકાદાને ઉખેડી ફેંકવા માટે સામ, દામ, દંડની નીતિ સમગ્ર રાજ્યમાં અપનાવી છે.

જેમાં વઢવાણ સહિત કેટલેક સ્થળે ભાજપ કોંગ્રેસના સભ્યોને પક્ષાંતર કરાવીને નાણાં આપીને સત્તા પરથી ઉખેડવાની ગુજરાતના નાગરિકોના ચૂકાદા વિરોધી કામગીરી હાથ ધરી છે. પણ મોટા ભાગે કોંગ્રેસના સભ્યો તૂટ્યા નથી. ભાજપ પાસે ગ્રામ્ય વિસ્તારો સાવ રહ્યાં નથી.  કોંગ્રેસે ફરી એક વખત ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પછડાટ આપી છે. લાંબા સમય બાદ કોંગ્રેસે રાજ્યની 60 ટકાથી વધુ જિલ્લા પંચાયતો અને 55 ટકા જેટલી તાલુકા પંચાયતો કબજે કરીને રાજ્યમાં “નવસર્જન ગુજરાત”ના સૂત્રને સાર્થક કર્યું છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં નવ જિલ્લા પંચાયત અને 55 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના સભ્યો પ્રમુખ-ઉપપ્રમુખપદે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જેમાં મોરબી, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ, રાજકોટ, આણંદ, છોટા ઉદેપુર અને તાપી જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. જ્યારે 55 તાલુકા પંચાયતોમાં માળિયા, ટંકારા, મોરબી, બોટાદ, રાણપુર, ગઢડા, જામનગર, ધ્રોળ, જોડિયા, કાલાવાડ, બગસરા, લાઠી, બાબરા, લિલિયા, વંથલી, ભેંસાણ, જૂનાગઢ, માણાવદર, વિસાવદર, ઉપલેટા, જેતપુર, લોધિકા, પડધરી, કોટડા સાંગાણી, જસદણ, વિંછિયા, ખંભાળિયા, વેરાવળ, તાલાલા, પાલિતાણા, ગારિયાધાર, પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી, વિજયનગર, ખેડબ્રહ્મા, માતર, ખેડા, મહુધા, ગલતેશ્વર, આણંદ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા, પાવી-જેતપુર, માંડવી (સુરત), વાંસદા, ચીખલી, ખેરગામ, વ્યારા, સોનગઢ (તાપી), ઉચ્છલ, કુકરમુંડ અને તિલકવાડા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત નવ જિલ્લા અને 55 તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ પ્રેરિત કહેવાય એવી 6 તાલુકા પંચાતમાં કોંગ્રેસનું રાજ રહ્યું છે અને કોંગ્રેસે જેમને ટેકો આપેલો હોય અને કોંગ્રેસ ટેકાથી તાલુકા પંચાયત બની હોય એવી બીજી 5 તાલુકા પંચાયત રહી હતી. આમ 60 ટકાથી વધારે સત્તા કોંગ્રેસ પાસે રહી હતી. ભાજપ કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીને પોતે જ તમામ સ્થળે સત્તા પર હોય એવો પ્લાન બની રહ્યું છે. પણ લોકોએ તે વાત માની નથી. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પણ લોકોએ ભાજપને 121 ધારાસભ્યથી ઘટાડીને 99 ધારાસભ્યો સુધી લાવી દીધા છે. આમ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાના બદલે વધારે મજબૂત કરી છે.

2015માં ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપના નવ-નવ સભ્યો હોવાથી ટાઇ પડી હતી. પરંતુ કોંગ્રેસનો એક સભ્ય ગેરહાજર રહેતા ડાંગમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બન્યા હતા. જ્યારે ગીર સોમનાથમાં અપક્ષોએ કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો ખેસ પહેરી લેતાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાઇ આવ્યા હતા. આ વખતે 2018માં આવું ઘણી જગ્યાએ થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp