26th January selfie contest

ભાજપનાં નિતીન પટેલ પર ભારી પડ્યા શક્તિસિંહ ગોહીલ, જાણો કેવી રીતે?

13 Oct, 2017
05:20 PM
PC: counterview.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે જૂમલાબાજી વધશે એ નક્કી છે. હવે નેશનલ ચેનલ પર થઈ રહેલી ડીબેટમાં કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ ભાજપનાં નેતા નિતીન પટેલ પર ભારી પડ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હતું. શક્તિસિંહ ગોહીલનો નિતીન પટેલ જવાબ જ આપી શક્યા ન હતા.

આજતક ચેનલ પર ચાલતા પંચાયતમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પૂછવામાં આવ્યું કે શા માટે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી એક સાથે યોજવામાં આવી નહી. તો આનો જવાબ આપત નિતીન પટેલે કહ્યું કે આ કોંગ્રેસની સમસ્યા છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે અને ચૂંટણી પંચ કોંગ્રેસનાં ટારગેટ પર છે. પરંતુ આ જ ચૂંટણી પંચ કોંગ્રેસનાં કાર્યકાળમાં ખૂબ સારો હતો.

નિતીન પટેલે કહ્યું કે 1995થી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ સમય દરમિયાન ભાજપે ખૂબ સારું કામ કર્યું છે. અને આનો ફાયદો ગુજરાતને મળ્યો છે. આજે દેશભરનાં અન્ય રાજ્યો પણ ગુજરાત જેવા બનવા માંગી રહ્યા છે. ઘણા બધા રાજ્યોનાં મુખ્યમંત્રી ગુજરાતની નીતિઓ પર ચાલવા લાગ્યા છે.

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે દેશમાં વેટના કારણે પેટ્રોલ-ડિઝલનાં ભાવ ઝડપથી વધી રહ્યા હતા ત્યારે ગુજરાતે સૌ પ્રથમ વાર તેમાં ઘટાડો કર્યો હતો અને સામાન્ય માણસને રાહત આપી હતી. ગુજરાત બાદ ભાજપ શાસિત અન્ય રાજ્યોએ પણ ઘટાડા કર્યો હતો.

નિતીન પટેલે દાવો કર્યો હતો કે દેશમાં સાતમા પગારપંચની ભલામણોનો સૌ પ્રથમ વાર ગુજરાતમાં લાગૂ કરવામાં આવી છે. ભાજપ સરકારે યુવાઓ, મહિલાઓ અને ખેડુતોના હિતમાં અનેક નીતિઓ બનાવી છે.

બીજી તરફ કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહીલે ભાજપ સરકારનાં કાર્યકાળમાં ગુજરાત ડુબી રહ્યું હોવાનું કહ્યું હતું. ગુજરાતમાં ભાજપની લોકપ્રિયતા એકદમ ખલાસ થઈ છે અને ભાજપને ડર છે કે આ વખતે લોકો તેમને સત્તામાંથી બહાર ફેંકી દેશે. આનાં માટે પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડી ભાજપ જીત હાંસલ કરવા માંગે છે. ગુજરાતનાં લોકો ભાજપથી વાજ આવી ગયા છે અને હવે પછી ભાજપને વિપક્ષમાં બેસાડવા તૈયાર થઈ ગયા છે.

શક્તિસિંહ ગોહીલે કહ્યું કે ભાજપનાં નેતાઓ સામે દેખાતી હારથી ગભરાઈ ગયા છે. જ્યારે કોંગ્રેસ તો હાર અને જીત બન્ને જોઈને બેઠી છે. તેમણે કહ્યું કે ગુજરાત જઈને ખેડુતોને પૂછો કે ભાજપ સરકારે તેમનાં માટે શું કર્યું. દિવાળી ટાણે રૂપિયાની જરૂરિયાત હોય છે. આ પ્રસંગે પાક વેચાય છે. ભાજપ સરકાર કહે છે કે દિવાળીનાં પાંચ દિવસ પછી સરકાર ખરીદી કરશે. ગુજરાતની જનતા કહે છે કે વિકાસ ગાંડો થયો છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.