ગુજરાતમાં આજે 396 નવા કેસ, અમદાવાદ 10000ને પાર, જુઓ જિલ્લાવાઇઝ નવા કેસોના આંકડા

PC: Khabarchhe.com

ગુજરાતમાં આજે 396 નવા કેસો સામે આવ્યા છે અને 27 લોકોના મરણ થયા છે, જ્યારે 289 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 13669 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 73 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 6598 સ્ટેબલ છે. 6169 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 829 લોકોના મોત થયા છે. આજે 27 લોકોના મોત થયા છે, જેમાંથી 24 લોકો અમદાવાદના છે.

ગુજરાત સરકારે અત્યારસુધીમાં 178068 ટેસ્ટ કર્યા છે. નવા કેસોની સંખ્યા સાથે હવે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 10001 પર પહોંચી ગઈ છે, જ્યારે વડોદરામાં 806 અને સુરતમાં 1285 કેસ પર સંખ્યા પહોંચી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં 210 પર સંખ્યા પહોંચી ગઈ છે.

Image

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

અમદાવાદ 277 કેસ

સુરત 29 કેસ

વડોદરા 35 કેસ

ગાંધીનગર 9 કેસ

આણંદ 3 કેસ

રાજકોટ 4 કેસ

અરવલ્લી 5 કેસ

મહેસાણા 4 કેસ

મહીસાગર 2 કેસ

ખેડા 2 કેસ

પાટણ 2 કેસ

ગીર સોમનાથ 6 કેસ

નવસારી 1 કેસ

જૂનાગઢ 8 કેસ

પોરબંદર 1 કેસ

સુરેન્દ્રનગર 2 કેસ

મોરબી 1 કેસ

તાપી 3 કેસ

અમરેલી 2 કેસ

દેશની વાત કરીએ તો દેશમાં આજે નવા 6654 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 125101 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 3720 લોકોના મોત થયા છે. જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 4993470 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 327738 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 100284 નવા કેસ સામે આવ્યા હતા.

હાલમાં ગુજરાતમાં કુલ 482434 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 471003 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 10732 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે, જ્યારે 699 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.

Image

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો માટે રેડ/ઓરેન્જ/ગ્રીન ઝોનનું વર્ગીકરણ કરવા માટે 17.05.2020ના રોજ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિક મુજબ, રાજ્યોને જિલ્લાઓ/મ્યુનિસિપલ કોર્પોરેશનોનું વર્ગીકરણ કરવાનું કહેવાયું છે, અથવા જો જરૂર પડે તો પેટાડિવિઝન/વોર્ડ કે તેમના ફિલ્ડના મૂલ્યાંકનો મુજબ રેડ/ઓરેન્જ/ગ્રીન ઝોન તરીકે અન્ય કોઈ પણ વહીવટી એકમો તરીકે વર્ગીકરણ કરવાનું કહેવાય છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ કામગીરી માટે વિવિધ માપદંડોનો સમન્વય કરીને એના આધારે એકથી વધારે પરિબળોનું વિશ્લેષણ કરવાનું કહેવાયું છે, જેમાં કુલ સક્રિય કેસોની સંખ્યા, લાખદીઠ સક્રિય કેસો, કેસો બમણો થવાનો દર (7 દિવસના સમયગાળાને આધારે ગણતરી કરવામાં આવે છે), મૃત્યુદર, ટેસ્ટિંગ રેશિયો અને પુષ્ટિ થયેલા કેસોનો દર સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp