વડોદરામાં ભાજપના નેતાને ગાયે અડફેટે લીધા, મેયરે કહ્યું- હત્યાના પ્રયાસનો ગુનો...

PC: DainikBhaskar.com

રાજ્યમાં ઠેર-ઠેર જગ્યા પર રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ક્યારેક આ પશુઓ રસ્તા પર અડીંગો જમાવીને બેસી રહ્યા હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ક્યારેક રખડતા પશુએ રાહદારીને ઇજા પહોંચાડી હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ રાજકોટ, અમદાવાદ અને વડોદરાના મેયર અને ટકોર કરી ચૂક્યા છે કે રસ્તા પરથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવે. ત્યારે વડોદરામાં ભાજપના જ વોર્ડ ઉપપ્રમુખને એક ગાયે ફંગોળ્યા હોવાની ઘટના સામે આવી હતી. જોકે આ ઘટનામાં વોર્ડ ઉપપ્રમુખને ઇજા થતા તમે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.

રિપોર્ટ અનુસાર ભાજપના વડોદરાના વોર્ડ નંબર 11ના મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પાઠક મનપા કચેરીએ પરત ફરતા હતા. તે સમયે એક ગાય દ્વારા તેમને રસ્તા પર ફંગોળવામાં આવ્યા હતા. આ ઘટનામાં જાગૃતિ પાઠકને ઇજા થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ બાબતે મેયર કેયુર રોકડિયાને માહિતી મળતાં તેમણે જાગૃતિ પાઠકનો ટેલિફોનિક સંપર્ક કરીને આ બાબતે વાતચીત કરી હતી. ત્યારબાદ તેમને આ બાબતે મહાનગરપાલિકા કમિશનર અને રાજ્યના ગૃહમંત્રી સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. મેયર કેયુર રોકડિયાએ મીડિયા સાથે વાતચીત કરતાં નિવેદન આપ્યું હતું કે, જાગૃતિ પાઠક આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે.

વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરાના નાગરિક કોઈ પણ પશુના હુમલાનો ભોગ બને તે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. છેલ્લા 50 વર્ષથી તમે વડોદરા નહીં પરંતુ તમામ શહેરો જુઓ ત્યાં આ સમસ્યા યથાવત છે. આજે પણ દરેક શહેરોની અંદર આ પ્રોબ્લેમ ઊભો છે. એટલે દરેક શહેરો ઢોર મુક્ત થાય આ દિશાની અંદર તમામ તંત્ર મારુ વડોદરા મહાનગરપાલિકા હોય કે ગુજરાત સરકાર હોય તે ચિંતા કરે છે. આ દિશાની અંદર છેલ્લા 2 મહિનામાં અમે 1700 જેટલા ઢોર પકડ્યા છે અને 7500 જેટલા ઢોરનું ટેગીંગ કર્યું છે. 100 કરતાં વધારે પોલીસ ફરિયાદ પશુપાલકો સામે કરવામાં આવી છે. અમારું તંત્ર પોતાની રીતે અને પૂરી નિષ્ઠાથી કામગીરી કરી રહ્યું છે. જાગૃતી પાઠક પર ગાયે હુમલો કર્યો છે તેમાં તેમને માથામાં 4થી 5 ટાંકા આવ્યા છે. આજે મેં પોતે કમિશનર સાથે વાત કરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી છે અને તેમને રજૂઆત કરી છે કે, આવા પશુપાલકોની બેદરકારી અથવા તો તેમની ગુનાહિત પ્રવૃત્તિને કારણે તે પશુને છુટા મૂકે છે એટલે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ હત્યાના પ્રયાસ જેવી ઘટના ગણાય આવા કેસની અંદર પણ પાસા લગાવવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp