ગુનેગારો બેફામ, છોટાઉદેપુરમાં વૃદ્ધ મહિલાની હત્યા કરી બંને પગ કાપી નાખ્યા

PC: youtube.com

રાજ્યમાં ગુનેગારોને કાયદાનો ડર ન હોય તેમ બેફામ બન્યા છે. થોડાક રુપિયા માટે હત્યા કરતાં પણ ગુનેગારો ખચકાતા નથી. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એક ગામમાં એકલા રહેતા વૃદ્ધ મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામે ઘરમાં એકલા રહેતા વૃદ્ધા તેમના બંન્ને પગમાં ચાંદીના 400-400 ગ્રામના કડા પહેરેલા રાખતા હતા. ત્યારે 80 વર્ષીય આ આદિવાસી વૃદ્ધા ગોહટીબેન રાઠવાની રાત્રી સમય દરમિયાન તેમનુ ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ તેમને નજીકનાં ખેતરમાં ઢસડીને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ હત્યારાઓએ પગમાં પહેરેલા ચાંદીના કડા કાઢવા માટે આ વૃદ્ધાનાં બંને પગ પણ કાપી નાખ્યા હતા.

આ ઘટનાની જાણ તેમના પરિવાર જનોને થતા તેના પ્રપૌત્રએ પાનવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી આરોપીઓને ઝડપી સજા કરવાની માગ કરી છે. પોલીસે હત્યા સાથે લૂંટનો ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ડોગ સ્કવોડ અને FSLટીમની પણ મદદ લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp