વાવાઝોડું ‘તેજ’ રવિવારે ભયંકર રૂપ ધારણ કરશે, જાણો ગુજરાત પર કોઇ અસર પડશે

PC: timesnownews.com

આ વર્ષે જૂન મહિનામાં ચક્રવાત બિપરજોયે ગુજરાતમાં ઘણું નુકસાન કર્યું હતું, પરંતુ હવામાન વિભાગે અરબી સમુદ્રમાં જે ‘તેજ ‘ વાવાઝોડું ઉભું થયું છે તેનાથી ગુજરાતના લોકોને કોઇ ચિંતા ન કરવાનું કહ્યું છે. જો કે સાથે હવામન વિભાગે કહ્યું છે કે વાવાઝોડ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડું ‘તેજ’ રવિવારે ભયંકર રૂપ ધારણ કરશે.

દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉભા થયેલા ‘તેજ’ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. હવામાન વિભાગે અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેસર બન્યું છે અને તે 22 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે.

હિંદ મહાસાગર વિસ્તારમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર તેને 'તેજ' નામ આપવામાં આવ્યું છે.. આ વાવાઝોડાની આરબ દેશો પર વધુ અસર થશે, જો કે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં 2 નંબરનું સિગ્નલ આપીને માછીમારોને સતર્ક રહેવા જણાવ્યું છે.

ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી 12 કલાક બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે. ગુજરાત રાજ્યના બંદરો પર સિગ્નલ નંબર 2 તૈનાત કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. ચક્રવાતને 'તેજ' નામ આપવામાં આવ્યું છે. તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદભવેલું દક્ષિણ-પશ્ચિમ ચક્રવાત 25 ઓક્ટોબરે ત્રાટકવાની શક્યતા છે.

હવામાન વિભાગના કહેવા મુજબ એવી સંભાવના છે કે 22 ઓક્ટોબર, રવિવારે વાવાઝોડું ભયંકર રૂપ ધારણ કરી શકે છે અને ઓમાન અને નજીકના યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધી શકે છે, જો કે ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે.

ડો. મનોરમા મોહંતીએ કહ્યું કે ‘તેજ’ વાવાઝોડું પશ્ચિમ- ઉત્તર પશ્તિમ દિશા તરફ આગળ વધશે એ જોતા ગુજરાત પર કોઇ અસર પડવાની નથી. આગામી 7 દિવસો સુધી ગુજરાતનું હવામાન શૂષ્ક રહેશે.

રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે, અત્યારે ગુજરાત પર વાવાઝોડાનું કોઇ જોખમ નથી. જૂન મહિનામાં અરબી સમુદ્રમાંથી ઉદભવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. અગાઉ તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ પાછળથી તે દિશા બદલીને કચ્છના દરિયાકાંઠે અથડાયું હતું. ત્યારે ગુજરાત સરકારે ચક્રવાતના પડકારનો સામનો કરવા માટે યુદ્ધના ધોરણે તૈયારી કરવી પડી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp