જાણો, ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડું ક્યારે અને ક્યાં ત્રાટકશે?

PC: windy.com

ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર વાયુ વાવાઝોડાના લઇને તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં કેટલીક જગ્યા પર વાવાઝોડાની અસરના કારણે વરસાદ પણ શરૂ થયો છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સ્થળાંતર કરવાની કામગરીમાં મદદરૂપ થવાની અપીલ કરી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમને તહેનાત કરવામાં આવી છે. કુદરતી આફતના સમયે પોરબંદરમાં મિલેટ્રીના જવાનોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા છે.

વાયુ વાવાઝોડાની વાત કરવામાં આવે તો, વાયુ અરબી સમુદ્રમાં વેરાવળના દરિયાથી 340 કિલોમીટર દૂર છે. તે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાયુ વાવાઝોડાના સંભવિત ટાઈમની વાત કરવામાં આવે તો, આજે એટલે કે, 12 તારીખે સવારે 11 વાગ્યે વાયુ મુંબઈ પહોંચ્યું હતું. 13 તારીખે વાયુ મોડી રાત્રે 3 વાગ્યે વલસાડ પહોંચશે. સવારે પાંચ વાગ્યાની આસપાસ 165 કિલોમીટરની ઝડપે દીવ, ઉના, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, અને પીપાવાવમાં ત્રાટકશે.

સવારે આઠ વાગ્યાની આસપાસ વેરાવળ, માળીયા અને માંગરોળ પહોંચશે. સવારે 11 વાગ્યે વાવાઝોડું વેરાવળમાં અસર કરશે. રાત્રે આઠ વાગ્યે માંગરોળમાં અસર કરશે. 14 તારીખે રાત્રે 12 વાગ્યે કડાચ પહોંચશે અને 14 તારીખે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ નવા બંદર ત્યાંથી સવારે 6 વાગ્યે દ્વારકામાં પ્રવેશ કરશે. 15 તારીખના રોજ રાત્રે દ્વારકાથી બહાર નીકળશે. અને 16 તારીખ એટલે કે રવિવારના રોજ સાંજે સમુદ્રમાં સમી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp