ગુજરાતના 26 ગામના દલિત પોલીસ રક્ષણ હેઠળ ભયમાં જીવી રહ્યા છે

15 Nov, 2017
05:31 AM
PC: tribune.com.pk

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ  સાથે દલિત અત્યાચાર અંગે 11.7.2017 ના રોજ બેઠક મળી હતી. ઓક્ટોબર 2016થી જૂન 2017 સુધી દલિત અત્યાચારના કિસ્સાની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે રાજ્યમાં એટ્રોસિટીના કેસના કેસોમાં સજાનો દર 2.89% છે. અને બેઠક થઈ જુદા જુદા 26 ગામોના દલિતો પોલીસ રક્ષણ હેઠળ જીવે છે. તેમ સામાજિક કાર્યકર કૌશિક મંજુલા બાબુભાઇએ જણાવ્યું હતું.  

બેઠકની નોંધ મુજબ નાગરિક સંરક્ષણ હક્ક અધિનિયમ મુજબ 10 વર્ષ થી 6 માસ સુધીના કુલ 19 કેસો પડતર છે, બેઠકમાં કાયદા વિભાગને આ કેસો સ્પેશિયલ એક્સક્લુઝિવ કોર્ટમાં ટ્રાન્સફર કરી તાત્કાલિક ધોરણે આનો નિકાલ લાવવાની નોંધ પડી છે. (આનો અમલ કાયદા વિભાગ, ગૃહ વિભાગ, પોલીસ મહાનિરીક્ષકે કરવાનો બને છે.) 

એટ્રોસિટીના કેસોનું સ્ટેટસ

ઓક્ટોબર 2016 થી જૂન 2017 સુધીમાં સમગ્ર રાજ્યમાં દલિતોની હત્યાના 24 બનાવ, દુષપ્રેરણથી મૃત્યુના 11 બનાવ, મહાવ્યથાના 65 બનાવ, બળાત્કારના 77 બનાવ, અપહરણના 52 બનાવ, તેમજ આગથી બગાડના  11 બનાવ અને અન્ય 900 બનાવ મળીને નવ માસિક ગાળામાં કુલ 1140 દલિત અત્યાચારના બનાવો બન્યા છે, 

(જે ઝોનમાં ગંભીર બનાવ જેવા કે હત્યા, બળાત્કાર,અપહરણ જેવા બનાવો બન્યા છે ત્યાં બનાવ અટકાવવા તકેદારી રાખવા ગૃહ વિભાગ તેમજ પોલીસ મહા નિરીક્ષકને સૂચના મળી છે.) 

આમ જોવા જઈએ તો એટ્રોસિટીના કાયદામાં સુધારો થાય બાદ તેમાં 60 દિવસમાં ચાર્જશીટ કરવું જરૂરી છે પહેલા આવા કેસોમાં 30 દિવસમાં ચાર્જશીટ કરવાની જોગવાઈ હતી આ બેઠકમાં થયેલી નોંધ મુજબ 459 કેસોમાં તો સમય મર્યાદામાં ચાર્જશીટ થયું જ નથી, તેમાં પણ 167માં તો હાઇકોર્ટ સ્ટે ચાલે છે 88 જેટલા કેસોમાં તો આરોપી પકડ્યા જ નથી, 175 કેસો સાક્ષી, પુરાવા પર, 14 કેસ સારવાર સર્ટિફિકેટ પર 3 કેસ જાતિ પ્રમાણપત્ર પર તો 12 કેસ એફ.એસ.એલ. પર બાકી છે.  

નવ માસિક ગાળાના નાગરિક સંરક્ષણ હક્ક અધિનિયમ 1955 હેઠળના અનુ.જાતિ ઉપરના બનાવોની સમીક્ષા બેઠકની નોંધમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા નવ માસિક ગાળામાં આ કાયદા મુજબ એકપણ કેસ નોંધાયેલ નથી. (મતલબ કે પોલીસ દલિત એટ્રોસિટીની ઘટનામાં નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમના કાયદાનો ઉપયોગ જ કરતી નથી, જોકે નાગરિકો અને પોલીસને પણ આ કાયદા વિશે પૂરતી  જાણ નથી.)

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: