સરદાર સરોવરમાં 95% પાણીનો સંગ્રહ, જાણો અન્ય ડેમોની સ્થિતિ

PC: khabarchhe.com

રાજ્યમાં સરેરાશ 119.20% વરસાદ થવાથી 85 જળાશયો છલકાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 16 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તથા 26 જિલ્લાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ તા.13 સપ્ટેમ્બર સવારે 6.00 કલાક સુધીમાં સરદાર સરોવરમાં હાલમાં 3,19,996.28 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 95.78% છે. આ સાથે રાજ્યના 68 જળાશયો 70 થી 100% વચ્ચે ભરાયા છે. 17 જળાશયો 50%થી 70%ની વચ્ચે ભરાયા છે. જ્યારે 12 જળાશયો 25 થી 50% વચ્ચે ભરાયા છે.

રાજ્યના 26 જિલ્લાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વ્યારા, માંડવી(સુરત), પલસાણા, ચોર્યાસી, વઘઇ, નવસારી, વાલોદ, આહવા, સુરત શહેર, વાંસદા, સુબીર, વંથલી, ઝાલોદ, બારડોલી અને રાણાવાવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યમાં સરેરાશ 119.20% વરસાદ સાથે સરદાર સરોવરમાં 8,09,686 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે 7,06,484 ક્યુસેક પાણીની જાવક છે. કડાણા જળાશયમાં 1,45,488 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 1,50,589 ક્યુસેક પાણીની જાવક છે. ઉકાઇ જળાશયમાં 75,234 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 74,034 ક્યુસેક પાણીની જાવક છે. વણાકબોરી જળાશયમાં 55,836 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 55,836 ક્યુસેક પાણીની જાવક છે. દમણગંગા જળાશયમાં 13,173 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 11,147 ક્યુસેક પાણીની જાવક છે અને કાલી-ર જળાશયમાં 10,914 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 10,914 ક્યુસેક પાણીની જાવક છે.

રાજ્યના 204 જળાશયોમાં હાલમાં પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75% છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 54.33%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 96.67%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 87.36%, કચ્છના 20 જળાશયોમાં 76.03%, સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 82.78% પાણીનો સંગ્રહ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp