અમદાવાદમાં કર્ફ્યૂ લંબાશે? આજે સાંજ સુધીમાં કોર કમિટીમાં લેવાશે અંતિમ નિર્ણય

PC: deccanherald.com

અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે લાગુ કરેલા કર્ફ્યૂની અવધી પૂરી થઈ રહી છે. લોકોમાં એક એવો પણ પ્રશ્ન ચર્ચાય છે કે, આ કર્ફ્યૂ લંબાશે કે નહીં? આ અંગેનો નિર્ણય રવિવારે સાંજ સુધીમાં લેવાઈ જશે. રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક સાંજ 6 વાગ્યે યોજાશે. અમદાવાદ શહેર સહિત અન્ય ત્રણ શહેરમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. પણ કર્ફ્યૂ અંગેનો નિર્ણય રવિવારે સાંજ સુધીમાં સરકાર લેશે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા અને સુરત શહેરમાં કર્ફ્યૂ લાગું કરી દેવાયો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિવાર અને રવિવારની રજા દરમિયાન ભીડ બેકાબુ ન બને એ માટે સાવચેતીના પગલાં રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ લંબાવવા અંગે સરકાર પણ મુંઝવણભરી સ્થિતિમાં છે. એક તરફ વ્યાપાર-વ્યવસાય પાટા પર આવી રહ્યા હતા ત્યાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતું. એટલે રાત્રીના રોજ હોટેલ રેસ્ટોરાં બંધ રહેતા ફરી આર્થિક નુકસાન વેઠવું પડે એવી સ્થિતિ છે. જોકે, સવારે 6થી 10 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે. મહિલાઓને થોડા સમય માટે સવારના સમયે છૂટછાટ મળી રહેશે. જ્યારે દૂધ, કરિયાણું, દવાઓ તેમજ શાકભાજીના ધંધાર્થીઓને રાહત આપવામાં આવી છે.



બીજી તરફ સરકાર ઔદ્યોગિક એકમોને ચોક્કસ ગાઈડલાઈન્સ પ્રમાણે છૂટછાટ આપી શકે છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર કોઈ પણ રાજ્ય પોતાની રીતે કોઈ લોકડાઉન લાગુ નહીં કરી શકે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટતા કરી હતી કે, ફરી કોઈ મોટા લોકડાઉનનું રાજ્યમાં કોઈ આયોજન નથી. લોકો સાવચેતી રાખે અને જરૂરી કામ સિવાય ઘરમાંથી ન નીકળે. પણ રાત્રી કર્ફ્યૂ લાગુ થતા લોકોને ફરી ઘરબંધીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં પહેલી વખત એક જ દિવસમાં 1515 કોરોના વાયરસના કેસ આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે, જિલ્લા તંત્રએ વધતા જતા કેસને ધ્યાને લઈને ટેસ્ટ વધારી દીધા છે. કોઈ રીતે સંક્રમણ વધે નહીં એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. રાત્રીના સમયે મહાનગર સુમસાન ભાસી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp