નવઘણ ઠાકોરે કહ્યું- રાજ્યનો મુખ્યમંત્રી ઠાકોર ક્ષત્રીય સમાજનો જ જોઈએ

PC: Fb

રાજ્યમાં 2022 ની વિધાનસભાની ચુંટણીની તૈયારી રાજકીય પક્ષ દ્વારા ઘડવામાં આવી રહી છે. ત્યારે અખિલ ગુજરાત ક્ષત્રીય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે આહ્વાન કર્યું છે કે રાજ્યમાં સૌથી વધુ વસ્તી ક્ષત્રીય ઠાકોર સમાજની વસ્તી છે.

ગુજરાત રાજ્યની 50 બેઠક પર પ્રભુત્વ છે અને જો કોંગ્રેસ કે ભાજપને અમારી સમાજના મત જોઇતા હોય અને રાજ્યમાં સતા મેળવવી હોય તો ક્ષત્રીય ઠાકોર સેનાના જ મુખ્યમંત્રી સત્તા પર જોઇશે જ. નવરાત્રિના પર્વ પર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું છે. જેમાં શસ્ત્ર પૂજન સાથે શક્તિ પ્રદર્શન યોજાશે. નવરાત્રિ એ શસ્ત્ર પૂજા બાદ શક્તિ પ્રદર્શન થશે. આગામી વિધાન સભા ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે અહી ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.અહીંથી આહ્વાન કરી અમારા સમાજના દીકરાને જ રાજ્યનો મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવું અલ્ટીમેટમ આપવામાં આવશે.

નવરાત્રિના દિવસે યોજાનારા આ શસ્ત્ર પૂજન સાથે શક્તિ પ્રદર્શનથી રાજ્યમાં ફરી એકવાર વસ્તી અને સામાજિક વગ ધરવતા સમાજનું પ્રભુત્વ ધરાવતા સમાજના આગેવાનો સરકારના કાન પકડી રહ્યા છે ત્યારે આ પર્વમાં શું નવા જૂની થશે તે જોવા જેવું રહેશે. રાજયમાં ફરી એક વાત ચર્ચામાં છે કે મુખ્યમંત્રી એક ચોક્કસ સમાજના જોઈયે. આ પહેલા પાટીદાર સમાજ અને અન્ય સમાજમાંથી પણ આ વાત સામે આવી છે.

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ સામાજિક સંસ્થા ધીમે ધીમે સક્રિય થઈ રહી છે. બીજી વખત એ નિવેદન સામે આવ્યું છે કે કોઈ વ્યક્તિ એ મુખ્યમંત્રી માટે પોતાના સમાજની તરફેણ કરી હોય. આ નિવેદનની ચર્ચા આખા ઠાકોર સમાજના લોકોમાં થઈ રહી છે. જોકે નવી સરકાર આવતા ઘણા સમાજના મોટા નેતાને પદ ના મળતા એક અસર જોવા મળી છે. આ પ્રકારના નિવેદન પહેલી વાર નથી. આ પહેલા પણ તેઓ રાજકિય નિવેદનબાજી કરી ચૂક્યા છે. બીજી તરફ રાજ્યમાં આ વખતે ચૂંટણીમાં આપ, ભાજપ અને કોંગ્રેસની ટક્કર જોવા મળશે. કોંગ્રેસ આ માટે તૈયારી કરી રહી છે. આવનારા સમયમાં તેઓ પ્રચાર હેતુ દરેક જિલ્લામાં જવાબદારી નક્કી કરશે. આ માટે અત્યારે મોટી ગોઠવણી થઈ રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp