અમદાવાદના કોંગી કોર્પોરેટર રાજશ્રી સામે દિલ્હીની મહિલા વકીલની ધમકીની ફરિયાદ

PC: khabarchhe.com

 

ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી સામે દિલ્હીની એક મહિલા વકીલે ગાળો બોલી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલી ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદમાં લંડનથી ભારતમાં એરપોર્ટ પર ઉતરેલા રાજશ્રીબહેન કેસરીના પતિ જપમનદીપ અહલુવાલીયાની લુક આઉટ સરક્યુલરના આધારે ધરપકડ થઈ હતી અને આરોપી જપમનદીપના જામીન માટે દિલ્હી હાઈકોર્ટની વકીલ અમદાવાદ આવી હતી.ઉત્તરપ્રદેશ નાઈડા ખાતે રહેતી અને દિલ્હી હાઈકોર્ટમાં પ્રેકટીસ કરતી મિનોતીકુમારી પ્રસાદબે દિવસ અગાઉ ચાંદખેડા લોકઅપમાં પુરાયેલા અસીલ જપમનદીપ અહલુવાલીયાના જામીન કરાવવા ચાંદખેડા પોલીસ સ્ટેશન આવી હતી. આ સમયે રાજશ્રીબહેન કેસરી, તેમનો પુત્ર અને પિતા લોકઅપમાં રહેલા જપમનદીપ પર મોબાઈલ ફોનની લાઈટ કરી તેનો વિડીયો બનાવી રહ્યા હતા. જેથી મિનોતીકુમારીએ વાતચીત કરતા રાજશ્રી કેસરીએ પોતે કોર્પોરેટર હોવાનું તેમજ આ વિસ્તારમાં માયાવતી તરીકે ઓળખાતી હોવાનું કહી એક કરોડ આપી દે તો ફરિયાદ હટાવી દેવાની વાત કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતા પીએસઓએ બંનેને લોકઅપથી દૂર ખસેડી દીધા હતા.
પોલીસ સ્ટેશનની લોબીમાં ઉભેલા રાજશ્રીબહેનના પિતાએ મહિલા વકીલને આ કેસ છોડી દેવા ધમકી આપી હતી અને તારા અસીલને લોકઅપમાંથી કાઢીને પોલીસની સામે મારી શકું છું અને પોલીસને પણ મારી શકું છું તેમ કહી ચાલ્યા જવા કહ્યું હતું. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પોલીસના સકંજામાં સપડાયેલા જપમનદીપ અહલુવાલીયા સામે રાજશ્રીબહેન કેસરી ઓગસ્ટ-2009માં ઘરેલુ હિંસાનો કેસ નોંધાવી ચૂક્યા છે. વર્ષ 2017માં પત્નીથી અલગ રહેતા પતિએ રાજશ્રીબહેનના મરણનો બોગસ દાખલો બનાવ્યો હતો જેની જાણ થતા જુલાઈ-2017માં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બીજો ગુનો નોંધાવ્યો હતો. રાજશ્રી અને જપમનદીપ બંને લંડન ખાતે ભણતા હતા ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ઓગસ્ટ-2003માં લગ્ન કરી લીધા હતા. પતિ પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા રાજશ્રી કેસરી વર્ષ 2009માં પુત્રને લઈને ઈન્ડીયા પરત ફર્યા હતા અને પુત્ર ત્યારથી રાજશ્રીબહેન સાથે રહે છે. જપમનદીપ સામે બબ્બે કેસ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોવાથી તેની તબક્કાવાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે.  
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp