ધૈર્યરાજને મળ્યું નવું જીવન, મુંબઈની હોસ્પિટલમાં અપાયું 16 કરોડનું ઇન્જેક્શન

PC: news18.com

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા કાનેસરા ગામમાં પોતાના પરિવારની સાથે રહેતો માસુમ બાળક ધૈર્યરાજ સિંહને એક એવી બીમારી હતી. તેની સારવાર માટે તેને 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર હતી અને આ દવા અમેરિકાથી મંગાવવી પડે તેમ હતી તેથી ધૈર્યરાજના પિતા એ બાળકની સારવાર માટે સોશિયલ મીડિયા પર મદદ માટેની ગુહાર લગાવી હતી.

ધૈર્યરાજના પિતાની અપીલ લોકો સુધી પહોંચી અને ગુજરાતના ખૂણે ખૂણેથી લોકોએ આ નાનકડા બાળકને બચાવવા માટે પોતાનાથી બનતી તમામ મદદ કરી હતી. ધારાસભ્યો, સાંસદો અને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ધૈર્યરાજની સારવારમાં પોતાનાથી બનતી તમામ મદદ કરી હતી. આ ઉપરાંત રાજ્યની સામાજિક સંસ્થાઓ દ્વારા રસ્તા પર ઉતરીને ડોનેશન પણ એકઠું કરવામાં આવ્યું હતું અને જેના કારણે નાનકડા એવા બાળકના ખાતામાં દાન સ્વરૂપે 16.3 કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી થઇ છે.

હવે ધૈર્યરાજને આ 16 કરોડ રૂપિયામાં મળતું ઇન્જેક્શન આપવામાં આવશે અને તેને આ રોગથી મુક્તિ મળશે. હાલ ધૈર્યરાજની ઉંમર પાંચ મહિનાની છે અને ગુજરાતના આ બાળકની સારવાર માટે 16 કરોડ રૂપિયાનું દાન એકઠું થયું હોય તેવો આ પહેલો કિસ્સો સામે આવ્યો છે.

આ બાબતે ધૈર્યરાજના પિતાએ જણાવ્યું હતું કે, અમને શરૂઆતમાં અશક્ય લાગતું હતું પરંતુ અમે અભિયાન શરૂ કર્યુ ત્યારે દરેક સમાજના લોકોએ અમારી મદદ કરી. પહેલા આઠ કરોડ રૂપિયા સુધી ખૂબ જ મુશ્કેલી પડી પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે અમને બાળકની સારવાર માટે પૈસા મળી ગયા. 

ધૈર્યરાજની માતાએ જણાવ્યું હતું કે, અમને સૌનો સાથ અને સહકાર મળી રહ્યો છે. આજે મારે ભાઈ નથી પરંતુ એવું કહેવાય કે જેનું કોઈ નથી તેનો ભગવાન છે અને આજે રાજ્યનો એક એક વ્યક્તિ મારા ભાઈની જેમ મારી સાથે ઊભો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ધૈર્યરાજ સિંહને મુંબઈમાં 5 મેના રોજ એટલે કે આજે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. આ ઈન્જેકશન આપવાના કારણે ધૈર્યરાજને તેને આ રોગથી મુક્તિ મળશે અને હવે ધૈર્યરાજ બીમારીમાંથી સ્વસ્થ થશે. ગુજરાતના લોકોની મદદથી ધૈર્યરાજને સારવાર માટે ઈન્જેકશન મળી શક્યું તે બાબતે ધૈર્યરાજના માતા પિતા ગુજરાતના લોકોનો આભાર માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp