ઢબુડી ઉર્ફે ધનજી ઓડ મોંઢે ચૂંદડી ઓઢીને પોલીસ સ્ટેશન પહોંચ્યો, કરી આ કબૂલાત

PC: youtube.com

ઢબુડી માતાના નામે લોકોની આસ્થા સાથે રમત રમનાર ધનજી ઓડને અંતે પોલીસ સ્ટેશનનાને દાદરા ચડવાનો વારો આવ્યો હતો. ધનજી ઓડ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે તેને ગાંધીનગર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે ધનજીની અરજી ફગાવી હતી. જેના કારણે અંતે ડરીને ધનજી ઓડ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ધનજી ઓડ રાત્રે પોતાના સેવકો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. માથા પર ચૂંદડી ઓઢીને જ ધનજી ઓડ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન ધનજી ઓડને પોતાના માથા પરથી ચૂંદડી હટાવવાનો વારો આવ્યો હતો. ધનજીએ પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, દીકરો ન થતા તેને સપનામાં એક ઢબુડી જેવી છોકરી આવી હતી. સપનામાં માતાએ દીકરી અંગે વાત કરી હતી. આ ઉપરાંત પોલીસ સમક્ષ ધનજીએ કહ્યું હતું કે, લોકો તેની પાસે કેમ આવે છે, તે તેને ખબર નથી, હું કોઈને પણ નથી કહેતો કે સારું થઇ જશે અને ભીખાભાઈ કોણ છે એ મને ખબર નથી. હું કોઈનો ચહેરો જોતો નથી, મારા પર લાગેલા આરોપો ખોટા છે. આ ઉપરાંત સુત્રો પાસેથી એવું પણ જાણવામાં મળી રહ્યું છે કે, ધનજી પાસે પત્ની અને પુત્રોના નામે ચાર બેંક એકાઉન્ટ છે અને અગામી દિવસોમાં પોલીસ આ બેંક અકાઉન્ટમાં થયેલા વ્યવહારની પણ ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે.

આ સમગ્ર મામલે DYSP એમ. કે. રાણાએ જણાવ્યું હતું કે, તેમને એવું કહ્યું કે, અરજદાર ભીખાભાઈને હું ઓળખતો નથી. હું તેમને ક્યારેય મળ્યો નથી અને મેં તેમના દીકરાની દવા ક્યારેય બંધ કરાવી નથી. બીજુ તેને એવું કહ્યું કે, મારી પાસે દીકરી ન હતી એટલે મેં માતાજી પાસે દીકરી માંગી હતી. મારા સપનામાં એક ઢબુડી જેવી દીકરી દેખાઈ હતી એટલા માટે અમે ઢબુડી માતા નામ પાડ્યું હતું. ધનજીનું બેંક અકાઉન્ટ છે પણ એ ટ્રસ્ટનું છે.

ઉલ્લેખનીય છે કે, ઢબુડી ઉર્ફે ધનજીના 3 ભાઈ, 4 બહેનો અને 2 પુત્રો છે અને હાલ ધનજી તેની માતાની સાથે રહે છે. પિતા માટી કામ કરતા હતા અને પોતે રીક્ષા ચલાવાનો ધંધો કરતો હતો. 2017 તેના ભાઈની સાથે મળીને અલગ અલગ જગ્યા પર ગાદી ભરે છે. પોલીસની પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, તો થોડા દિવસ પહેલા પોતાના સેવકોની સાથે ઉજ્જૈન ગયો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp