આગામી મહિનાઓમાં ડાયમંડ ઉદ્યોગમાં રિકવરી જોવા મળશે: ડી બીયર્સ

દુનિયાની સૌથી મોટી માઇનીંગ કંપની ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર અમિત પ્રતિહારીનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે, પ્રતિહારીએ રોઇટર્સને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમનું કહેવું છે કે આગમી મહિનાઓમાં ડાયમંડ ઉદ્યોગમાં રિકવરી આવાવની શક્યતા જોવા મળી રહી છે. અમેરિકામાં પ્રારભિંક સુધારો થઇ રહ્યો છે અને મિડલ ઇસ્ટમાં મોટો ગ્રોથ જોવા મળ્યો છે.
પ્રતિહારીએ કહ્યું કે અમેરિકા-ચીન જેવા મોટા બજારોની મંદી વચ્ચે ભારત કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ માટે એક સ્ટ્રોંગ બજાર તરીકે ઉભરી રહ્યું છે. મોટા બજારોની મંદી પછી ભારતે સ્થાનિક માર્કેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ગયા વર્ષે ભારત બીજા નંબરનું જેમ એન્ડ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. પહેલા નંબર પર અમેરિકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp