દીનુ બોધા સોલંકી કેસમાં નવો વળાંક, હાઇકોર્ટમાં થઇ આ અરજી

PC: khabarchhe.com

અમિત જેઠવા હત્યા કેસનાં મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને અમદાવાદ સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારાયેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

શું છે આખો મામલો?

આ કેસની વિગત એવી છે કે, ગઈ 11મી જુલાઈએ અમદાવાદ સીબીઆઈ કોર્ટે અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય આરોપી દિનુ બોઘા, શાર્પ શૂટર શિવા સોલંકી સહિત કુલ સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. 20મી જુલાઈ 2010માં ગુજરાત હાઈકોર્ટ બહાર બાઈક પર આવેલા બે હુમલાખોરોએ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળીઓ મારીને હત્યા કરાઈ હતી. જેઠવાએ ગીરમાં ગેરકાયદેસર રીતે ખનન મુદ્દે કેટલીક આરટીઆઈ કરી હતી. જેમાં પૂર્વ સાંસદ દિનુ બોઘાનું નામ બહાર આવ્યું હતું. 

સીબીઆઈ કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા

સીબીઆઈ કોર્ટનાં જજ કે. એમ. દવેએ સૌરાષ્ટ્રની જૂનાગઢના સાંસદ દિનુ સોલંકી અને અન્ય સાત લોકોને આરોપી જાહેર કર્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે દિનુ બોધા વિરૂદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈને કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અમિત જેઠવાએ ગીર અભ્યારણમાં ચાલતાં ગેરકાયદેસર ખનન મુદે આરટીઆઈ કરતા હતા, જેની દાજ રાખીને સોલંકીએ હત્યા કરાવી હતી. કોલ રેકોર્ડ ડેટાના આધારે સીબીઆઈ હત્યાકાંડના આરોપીઓ સુધી પહોંચી હતી.

ડીસીબીએ તમામ આરોપીઓને ક્લીનચીટ આપી હતી

સીબીઆઈ પહેલા આ કેસની તપાસ અમદાવાદ ડીસીબી દ્વારા કરાઈ હતી, જેમાં શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, સંજય ચૌહાણ, ઉદય ઠાકોર સહિત છ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જોકે ડીસીબીએ તમામ આરોપીઓને ક્લીનચીટ આપી દીધી હતી.

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp