CMના પિતરાઈ ભાઈના મોત મામલે રાજકોટ કલેકટરનો ખુલાસો, 108એ 13 વાર ફોન કર્યો પણ...

PC: oneindia.com

રાજકોટમાં 108 પર બેદરકારીના કારણે દર્દીના મોતના આક્ષેપ થયો હતો અને આ દર્દી બીજું કોઈ નહીં પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પિતરાઈ ભાઈ હતા. આ સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રુપાણીએ જિલ્લા કલેકટરને તપાસના આદેશ આપ્યા હતા. રાજકોટના કલેક્ટર રામ્યા મોહન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરીને રીપોર્ટ ગાંધીનગર આરોગ્ય વિભાગને સોંપવામાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા CM વિજય રૂપાણીના માસીના દીકરા અનિલભાઈ સંઘવીને 4 ઓક્ટોબરના રોજ શ્વાસમાં તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગ અને પરિવારના સભ્યોએ તરત જ 108ને ફોન લગાવ્યો હતો. ફોન લગાવ્યો તો 15 મિનિટ સુધી તે સતત વ્યસ્ત આવતો હતો, પણ જ્યારે લેનલાઈનથી ફોન લગાડ્યો તો ઓપરેટરની ગેરસમજને કારણે 108 ખોટા સરનામા પર પહોંચી ગઈ હતી. ઈશ્વરિયા ગામથી કલા કેન્દ્ર સુધી 108 પહોંચે ત્યાં સુધીમાં તો અનિલભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. મુખ્યમંત્રી મંગળવારે સવારે રાજકોટ તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે આવ્યા ત્યારે તેમને ઘટનાની જાણ થતા તેમણે કલેક્ટરને ઘટના અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

રાજકોટના કલેક્ટર રામ્યા મોહન દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવવામાં આવેલા રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે, પરિવાર દ્વારા સરનામું આપવાની ભૂલના કારણે 108 બીજા સરનામાં પર પહોંચી ગઈ હતી. પરિવારે મોદી સ્કૂલનું લેન્ડમાર્ક તરીકે કહ્યું હતું અને તે મોદી સ્કૂલ ઈશ્વરીયામાં છે પરંતુ 108ને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નજીક આવેલી વી. જે. મોદી સ્કૂલ પર જવાનું હતું. 108માં ઓટો અસાઇન સોફટવેરની મદદથી એડ્રેસ આપવામાં આવે છે. જે 108 મોકલવામાં આવી હતી તેને મટોડામાંથી મોકલવામાં આવી હતી. 108ને સૌપ્રથમ 6:40 કલાકે ફોન મળ્યો હતો, તેના પાચથી છ મિનીટમાં 108 રવાના થઇ હતી અને 7:21 કલાકે 108 પરત ફરી હતી. 108 દ્વારા સરખું એડ્રેસ મેળવવા માટે પરિવારને 13 વાર ફોન કરવામાં આવ્યા હતા પરંતુ તે ફોન લાગતો જ નહોતો. ફોન ન લાગવાના કારણે 108ને ઘટના સ્થળ પર પહોંચવામાં મોડુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp