ઉત્તરાયણઃ પશુઓને લાડુ, ગોળ, અનાજ અને લીલોચારો વધુ માત્રામાં ન ખવડાવશો

PC: twitter.com

ઉત્તરાયણનો પર્વ પંતગોત્સવ સાથે સાથે દાન-ધર્મ કરવાનો ભાવ પણ છે. આ દિવસે નાગરિકો દ્વારા પોતાની યથાશક્તિ અનુસાર પશુઓને લાડું, ગોળ, અનાજ તથા લીલોચારો ખવડાવવામાં આવે છે. આ પ્રકારનો ખોરાક પશુઓનો રોજિંદો ખોરાક ન હોવાથી અને વધુ માત્રામાં પશુઓ આ ખોરાક ખાઇ જાય તો આફરો, અપચો, એસીડોસીસના પ્રશ્નો ઉદ્દભવે છે.

પશુઓને આવો વધુ પડતો ખોરાક ખાવાથી વધુ આફરો ચઢે તો પશુને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. આ પ્રશ્ન ઉદ્દભવે અને જો પશુઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર ન મળે તો પશુનું મૃત્યૃ પણ થવાની સંભાવના રહેતી હોય છે. જેથી કોઇ પશુનું મૃત્‍યુ ન થાય તે માટે આ પ્રકારનો ખોરાક પશુઓને ન ખવડાવતા અને પશુઓને લીલાચારાની જગ્યાએ સુકાચારાનું નીરણ કરવું જોઇએ.

જો આવા કોઇ પશુઓને આવી કોઇ તકલીફ જણાઇ આવે તો તુરત જ આ અંગેની જાણ નજીકના પશુપાલન સારવાર કેન્‍દ્રમાં કરવી જોઇએ અગર તો પશુપાલન વિભાગના શરૂ કરવામાં આવેલા વોટસઅપ નંબર 8320002000 ઉપર સંપર્ક કરી પશુઓના જીવન બચાવવાની કામગીરી ઉમદા ભાવ સાથે આપણે આપણી ફરજ બજાવવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp