26th January selfie contest

આ મુદ્દાને લઈને અમદાવાદની 400 હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સના ડૉક્ટરો હડતાલ પર

PC: Dainikbhaskar.com

અમદાવાદ શહેરમાં BU પરમિશન અને C ફોર્મનો વિવાદ વધ્યો છે. આ કહેવાનું કારણ એ છે કે, અમદાવાદની 400 કરતા વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સના સંચાલકો C ફોર્મ અને બિલ્ડીંગ યુઝ પરમિશન મામલે બે દિવસ સુધી હડતાળ પર ઉતર્યા છે. બે દિવસ સુધી એટલે કે, આજ અને કાલે જે હોસ્પિટલ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે તેમાં દર્દીઓના પ્રવેશ અને OPDની સેવાઓ અને અગાઉથી પ્લાન કરેલી તમામ સર્જરીઓ બંધ રહેશે અને તમામ ડૉક્ટરો અમદાવાદના આશ્રમરોડ ખાતે આવેલા વલ્લભ સદનમાં ધરણા કરી રહ્યા છે.

ધરણાં શરૂ કરતા પહેલા અમદાવાદની ખાનગી હોસ્પિટલના સંચાલકો અને ડૉક્ટરો દ્વારા પહેલા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી આશ્રમ રોડ ખાતે આવેલા વલ્લભ સદન ખાતે પહોંચી હતી અને ત્યારબાદ તમામ હોસ્પિટલના સંચાલકો અને ડૉકટરો દ્વારા રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે ડૉક્ટરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 

તો બીજી તરફ ડૉકટરો હડતાલના કારણે હોસ્પિટલો બંધ રહેતાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વિરોધ દરમિયાન ડૉક્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે એટલે કે, ડૉક્ટરો માની રહ્યા છે કે, તેઓ પોતાની માગણી વ્યક્ત કરી રહ્યા છે પરંતુ બ્લડ ડોનેશન કેમ્પ યોજીને સમાજ પ્રત્યે પોતાની ફરજ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત ડૉક્ટરોનું કહેવું છે કે, તેમણે અનેક વખત C ફોર્મ મને BU પરમિશન બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆતો અને માગણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો ન હોવાના કારણે તેમને અંતે વિરોધ કરવાની ફરજ પડી છે.

એવી પણ માહિતી મળી રહી છે તે 1949થી 2021 સુધી જે પણ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સના C ફોર્મનું રજીસ્ટ્રેશન થયું છે તે બોમ્બે નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન 1949 હેઠળ થયું છે અને આ બાબતે હોસ્પિટલ દ્વારા જરૂરી દસ્તાવેજો પણ અમદાવાદ મહાનગરપાલિકા સામે રજૂ કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજોના આધારે અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલોની નોંધણી કરવામાં આવી રહી હતી પરંતુ ઓક્ટોબર 2021 અમદાવાદ મહાનગરપાલિકા BU પરમિશનની માગણી કરવામાં આવી રહી છે અને આ જ કારણે ડૉક્ટરો અને હોસ્પિટલના સંચાલકો અને નર્સિંગ હોમ્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે, હોસ્પિટલના રજીસ્ટ્રેશન માટે ક્યારેય BU પરમિશનની મંજૂરીની જરૂર હોતી નથી. ડૉક્ટર એવું પણ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા હોસ્પિટલની યોગ્યતા અને સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણીનું પ્રમાણપત્ર જારી કરતી હતી અને આ પ્રમાણપત્રને C ફોર્મ કહેવામાં આવતું હતું. 

હોસ્પિટલ સંચાલકોની દલીલ છે કે, C ફોર્મની મંજૂરી માત્ર મોર્ડન મેડિસિન સાથે કામ કરતા હેલ્થ કેર સુવિધાઓને જ લાગુ પડે છે. રેસ્ટોરન્ટ કે અન્ય સેવાઓને આ બાબતે અલગથી નોંધણી કરવાની આવશ્યકતા નથી. એટલા માટે BUની મંજૂરીને ધ્યાનમાં લીધા વગર જ હેલ્થ વર્કરોને કામ કરવાની મંજૂરી આપવામાં આવે. 

14 મેં એટલે કે શનિવારના રોજ ડોક્ટરો દ્વારા પ્રેરણા કરવામાં આવશે અને 15 તારીખે રવિવારે નવથી બાર વાગ્યા દરમ્યાન રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવશે. આ બાબત અમદાવાદ હોમ્સ એન્ડ નર્સિંગ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 14 અને 15 તારીખના રોજ હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાઓ જરૂરી છે મેડીકલ બંધ રહેતા અમે આ સુવિધાનો અનુભવ કરીએ છીએ પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp