ગુજરાતના આ વિસ્તારના 40 ગામો છેલ્લા 20 વર્ષથી પીવાના પાણી માટે વલખા મારે છે

PC: jagranimages.com

રાજ્યભરમાં અનેક વિસ્તારમાં પાણીની તંગી શિયાળામાં પણ જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસામાં ભારે વરસાદ થયો હતો તેમ છતાં પણ દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ઉના તાલુકામાં ભર શિયાળે પાણીની સમસ્યા ઉભી થઈ છે. દરિયાકાંઠાના 40થી વધુ ગામોના પેટાળમાં જે પાણી છે તે પીવાલાયક નહીં હોવાથી લોકોની મુશ્કેલી વધી છે. જેથી ગ્રામજનોને વેચાતુ પાણી લેવાનો વારો આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઉનાના મુખ્ય 3 ડેમમાં ભરપૂર પાણી છે અને રાવલ જૂથ આધારિત યોજના દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. આટલા માતબર વરસાદ બાદ પણ બંદર વિસ્તારના લોકોને ના છૂટકે વેચાતું પાણી લેવું પડે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા એકાંતરે પાણી વિતરણ કરવામાં આવે છે. પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીઓ છે. તો દાયકાઓ જૂની પાઇપ લાઈનોના કારણે ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી. આ કૃત્રિમ વ્યવસ્થાઓને ઠીક કરવાની ગ્રામજનો માંગણી કરી રહ્યાં છે.

પાણીની સમસ્યા દર વર્ષે કાંઠાના ગામોમાં ઉદભવે છે. પરંતુ એનો કોઈ કાયમી ઉકેલ નથી આવતો. પંચાયતના સભ્યોની પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીઓ છે. તો દાયકાઓ જૂની પાઇપ લાઈનોના કારણે ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી. ત્યારે સામાન્ય નાગરિક પાણી હોવા છતાં પાણી વગર ટળવળી રહ્યાં છે. જેમ જેમ ઉનાળો આવશે એમ કાંઠાળના 40 ગામોમાં પાણીની અછત ઉભી થશે. પાઇપલાઇનના ભંગાણ બાદ આ પાઇપલાઇનનું યોગ્ય રીપેરીંગ કામ થતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp