જેની ડ્રમ બીટ પર લોકો નાચી ઊઠતા તે અત્યારે ચા વેચીને ગુજરાન ચલાવે છે

PC: bhaskarassets.com

કોરોના વાયરસને કારણે અનેક લોકોના વ્યાપાર-ધંધા તેમજ વ્યવસાય પર એક મોટી અને માઠી અસર પડી છે. ટીચર કક્ષાના લોકો શાકભાજીનો વેપાર કરી રહ્યા છે. જ્યારે મલ્ટિનેશલ કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતા યુવાનો હાલમાં કુરિયરની નોકરી કરી રહ્યા છે. અનેક દેશમાં પોતાના પ્રોગ્રામ આપી ચૂકેલા અમદાવાદના એક ડ્રમર અત્યારે ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

એક ડ્રમર તરીકે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જેમ તેમ કરીને ઉછીના પૈસા લઈને ડ્રમરે પોતાની એક ચાની કીટલી શરૂ કરી છે. અમદાવાદ શહેરના ઘોડાસરથી આવકાર હોલ તરફ જવાના રસ્તે એક ઓમ ટી સ્ટોલ જોવા મળશે. જયેશ બાઘડે નામના એક વ્યક્તિ આ ચાની કીટલી ચલાવે છે. દેખાવમાં તો આ કીટલી સામાન્ય છે પણ જયેશની સફર ઘણી અસામાન્ય છે. તે એક જાણીતા ડ્રમર છે. એમની ડ્રમ બીટ પર એકસમયે દેશ વિદેશના લોકો ઝુમી ઊઠતા હતા. નવરાત્રીની દરેક સીઝનમાં તેઓ કલાકના હજારો રૂપિયાની કમાણી કરતા હતા. નવરાત્રીની આવકથી દિવાળી સુધરી જતી હતી. જયેશની ડ્રમ બીટના ફેન માત્ર અમદાવાદમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. વિદેશમાં પર્ફોમન્સ માટે તો જયેશ પાસે એડવાન્સ બુકિંગ કરાવવું પડતું. પણ કોરોના વાયરસને કારણે લાગેલી થપાટને લીધે તેઓ ચા વેચવા માટે મજબુર થયા છે. જયેશે જણાવ્યું હતું કે, દીકરો એન્જિનીયરિંગમાં અભ્યાસ કરે છે. કોરોનાને કારણે જીવન બદલી ગયું છે.

ધીમે ધીમે કામ મળવાનું બંધ થઈ ગયું છે. કોઈ આવક જ ન હતી એટલે જે બચત પડી હતી એ વપરાવા લાગી છે. આર્થિક રીતે પાયમાલી શરૂ થઈ ગઈ છે. ડ્રમ વગાડવાનો શોખ બાજુએ મૂકીને અત્યારે ચા બનાવી રહ્યો છું. મે મહિના સુધીનું એડવાન્સ બુકિંગ કેન્સલ થઈ ગયું છે. બેન્ક બેલેન્સ પણ નીલ થઈ ગયું છે. પછી થોડા મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને ચાની કીટલી શરૂ કરી છે. અહીં રોજના રૂ.250 મળી રહે છે. આટલામાં તો કોઈ ઘર ચાલે એમ છે નથી એટલે પ્રયત્નો કરી રહ્યો છું. ખાલી સમસ્યાઓ વિશે વિચાર કરીને જાત મહેનત કરવા માટે હવે ચા બનાવી રહ્યો છું. ડ્રમ વગાડવાનો શોખ બાજુએ મૂકી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp