ગુજરાતના કલાકારો ઍવોર્ડ કેમ પરત કરવા માગે છે?

PC: youtube.com

સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સ્વામી દ્વારા કલાકારોને લઇને જે અવિવેકી નિવેદન આપવામાં આવ્યું હતું, તેને લઇને ગુજરાતના કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના નીવેદનથી નારાજ થયેલા કલાકારોએ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આપવામાં આવેલા રત્નાકર એવોર્ડને પરત કરવાની જાહેરાત કરી છે. સાઈરામ દવે, જીગ્નેશ કવિરાજ અને ઓસમાણ મીરે પોતાના રત્નાકર એવોર્ડ સન્માન પૂર્વક સ્વામિનારાયણ સંપ્રદાયને પરત કરવાની જાહેરાત કરી છે.

સાઈરામ દવેએ જણાવ્યું હતું કે, મોરારી બાપુની એક વાતને લઇને જે વિવાદ વકર્યો હતો અને તેનાથી સમગ્ર ગુજરાતનું બાપુ સાથે જોડાયેલુ કલા જગત ખૂબ દુખી થયુ હતું. કોઈ સંતે એમ કહ્યું કે, દારૂ પીને આવતા કલાકારો પણ વાતો કરે છે. આ મંચ અમારા માટે ખૂબ આદરણીય છે, સરસ્વતીનો ખોળો છે અને મંચની ગરિમા જળવાઈ તેની અમે સતત કોશિષ કરી રહ્યા છીએ, ખૂબ દુખી થઇને સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી મારા પરિવારના સદસ્ય જેવા હરદેવભાઈના કોર્ડીનેશનથી રત્નાકર એવોર્ડ મને મળ્યો હતો. આજે હું મારા બધા કલા જગત સાથે રહીને એ રત્નાકર એવોર્ડ હું પરત કરું છું.

Jay siyaram

Posted by Jignesh Kaviraj on Thursday, 12 September 2019

જીગ્નેશ કવિરાજે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા વિવેક સ્વામીએ એક વીડિયોમાં કલાકારનું અપમાન થાય અને તેને અણસાજે તેવી વાતો કરી હતી, ત્યારબાદ બીજા વીડિયોમાં તેઓએ માફી માંગતા જણાવ્યું હતું કે, કલાકારોને રત્નાકર એવોર્ડથી સન્માનિત કરેલ છે. સન્માન અને અપમાન બંને એક સાથે થઇ શકે નહીં અને વિવેક સ્વામીના અવિવેકથી મારી લાગણી દુભાઈ છે, એટલે મને આપવામાં આવેલો એવોર્ડ અને ધનરાશી પરત કરવા માંગું છું અને પરત કરું છું.

પૂજ્ય મોરારી બાપુ ના સમર્થન માં હું પણ મને મળેલ રત્નાકર એવોર્ડ પરત કરી રહ્યો છું

પૂજ્ય મોરારી બાપુ ના સમર્થન માં હું પણ મને મળેલ રત્નાકર એવોર્ડ પરત કરી રહ્યો છું.

Posted by Osman Mir on Thursday, 12 September 2019

ઓસમાણ મીરે જણાવ્યું હતું કે, કલાકારો માટે થઇને જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેનાથી અત્યંત દુખ થયું છે. મોરારી બાપુ તો સર્વ-ધર્મ સમભાવનું કહે છે અને અમારા માટે પણ એ જ છે. કલાકાર તરીકે મને અત્યંત દુખ થયું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે, જેને અમે પૂજનીય ગણીએ છીએ તે સંતોએ કલાકારો અને બાપુ માટે આવા શબ્દો પ્રયોગ કર્યા છે. તો ગુજરાતના એક કલાકાર તરીકે મને મળેલો રત્નાકર એવોર્ડ બે હાથ જોડીને, વિવેકપૂર્વક વંદન કરીને પરત કરું છું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp