બારડોલી નજીક કેનાલમાંથી મળી આવી ઇકો કાર, કારમાં સવાર ચાર લોકોના મોત

PC: youtube.com

બારડોલીના મઢી નજીક આવેલી કેનાલમાંથી એક ઇકો કાર મળી આવી હતી. ઇકો કારની તપાસ કરતા તેમાં સવાર ચાર લોકોના મોતની પણ જાણકારી ઘટના સ્થળ પરથી મળી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ઇકો કારની નબર પ્લેટ પરથી જાણવા મળ્યું હતુ કે, ઇકોમાં સારવાર તમામ લોકો તાપીના કપૂરાના રહેવાસીઓ હતા.

એક રીપોર્ટ અનુસાર ગત 28 ફેબ્રુઆરીના રોજ વ્યારા પોલીસ સ્ટેશનમાં કપૂરાગામનો એક પરિવાર ગૂમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વ્યારા પોલીસે આ પરિવારની શોધખોળ કરી હતી પણ પરિવારના એક પણ સભ્યની પોલીસને જાણકારી મળી ન હતી. ત્યારે બીજું બાજુ 68 દિવસ પછી સિંચાઈ વિભાગ દ્બારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતુ પરંતુ કેનાલમાં કોઈ ક્ષતિઓ જોવા મળતા અધિકારીઓએ દ્વારા પાણી રોકી દેવામાં આવ્યું હતુ. કેનાલમાં પાણી ઓછું થવાના કારણે બારડોલીના મઢી નજીક આવેલી કેનાલમાં સ્થાનિક લોકોએ ઇકો કાર ખાબકેલી જોઈ હતી, જેના કારણે સ્થાનિકોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે સૌ પ્રથમ ક્રેનની મદદથી ઇકો કારને કેનાલની બહાર કાઢી હતી. ત્યારબાદ ઇકો કારનું ચેકિંગ કરતા તેમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઇકો કારની નંબર પ્લેટ પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે, આ કાર વ્યારાના કપૂરાગામની છે અને કારમાં સવાર લોકો 28 ફેબ્રુઆરીના રોજ ગૂમ થયેલા પરીવારના સભ્યો છે. આ કાર કેટલા દિવસ પહેલા અને ક્યાં કારણોસર નહેરમાં ખાબકી હતી, તે બાબતને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp