75 નગરપાલિકાની ચૂંટણી પ્રચાર શાંત થયો

PC: oneindia.com

75 નગરપાલિકામાં આજ તા.15 ફેબ્રુઆરી સાંજે પ્રચાર શાંત થયો છે. 17મીના રોજ મતદાન થવાનું છે. હવે દરેક રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર છેલ્લાં 20 દિવસથી કર્યો હતો. તેમાં ભાજપને વિકાસનો મુદ્દો અને કોંગ્રેસ વિરોધનો મુદ્દો કામ કરતો જોવા મળ્યો હતો. કોંગ્રેસ તાલુકા અને જિલ્લા પંચાયતમાં જીત માટે આશા રાખીને નગરપાલિકામાં ભાજપમાં ગાબડું પાડવા તૈયાર છે. 2013માં ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ 75માંથી 42 નગરપાલિકા પંજાના નિશાન પર લડી હતી અને માંડ 10 નગરપાલિકા કોંગ્રેસ જીતી હતી. તેની સામે ભાજપ 59 નગરપાલિકા જીતી ગયો હતો.

આમ ગઈ ચૂંટણીમાં મોદીનો પ્રભાવ કામ કરતો હતો આ વખતે ભાજપને મત અપાવી શકે તેવા કોઈ નેતા ગુજરાતમાં નથી. તેથી કોંગ્રેસ જીતની આશા લઈને ચૂંટણી લડે છે અને તેમાં ઓછા વિખવાદ જોવા મળે છે. તેની સામે ભાજપના ઉમેદવારોમાં વિશ્વાસ ઉભરતો નથી કે તે જીતશે કે હારશે. સામાન્ય રીતે શહેરી વિસ્તાર ભાજપના ગણાય છે. તેમાં નગરપાલિકા વિસ્તાર એવા છે કે તેમાં આસપાસના ગામડામાંથી નાના શહેરોમાં સમૃદ્ધ ખેડૂતો રહેવા આવી ગયા છે. તેઓ ગામડામાં રહેવાનું પસંદ કરતાં નથી. તેથી એવું માની લેવાને કારણ નથી કે આ વખતે નગરપાલિકા ભાજપના કબજામાં રહેશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp