26th January selfie contest

આજે સાંજથી પ્રચારના પડઘમ શાંત થશે

07 Dec, 2017
03:45 PM
PC: khabarchhe.com

આજે સાંજથી 9મી તારીખે યોજાનારી ચૂંટણીના પ્રચારનો અંત આવશે. જો કે જાહેર પ્રચાર બંધ થવા સાથે ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ થઇ જશે. બીજી તરફ ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત રીતે યોજાય એ માટે પણ વહીવટી તંત્ર સજ્જ છે. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે એટલું જ નહી સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળો, રેપીડ એકશન ફોર્સ, હોમગાર્ડ વગેરે ખડેપગે રહેશે.

Loading...

ભાજપ ગુજરાતમાં 22 વર્ષથી સત્તાના સિંહાસન ઉપર છે અને તે સતત છઠ્ઠી વખત વિકાસના નામે મત માંગી સત્તાનું સુકાન સંભાળવા માંગે છે તો કોંગ્રેસ બે દાયકાનો વનવાસ પુરો કરી નવસર્જનના નામે ગુજરાતની ગાદી સંભાળવા ચૂંટણીના જંગમાં ઉતરી છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે શનિવારે યોજાનારી ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમનો આજે સાંજે અંત આવશે એ પૂર્વે આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં ચૂંટણી પ્રચારનુ વાવાઝોડુ ફુંકાયુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

ઓખી વાવાઝોડાને પ્રચાર કાર્ય ઉપર લાગેલી બ્રેક બાદ આજે સવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેન્દ્રીય પ્રધાનો, નેતાઓ તથા રાજકીય પક્ષોના નેતાઓની રેલીઓ, સભાઓ, રોડ-શો યોજાયા છે. આજે સાંજથી પ્રચાર પડઘમ બંધ થઇ જશે એ સાથે જ ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ થશે. શુક્રવારની રાત્રે વિવિધ રાજકીય પક્ષો પોત-પોતાની અંતિમ ઘડીની રણનીતિ અમલમાં મૂકી છૂટા હાથે મતદારોને આકર્ષવા ભરપુર પ્રયાસ કરશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Loading...