વડોદરામાં દારુબંધીના ધજાગરા, કોર્પોરેશનની ઓફિસ પાસેથી જ મળી દારૂની ખાલી બોટલો

PC: dainikbhaskar.com

એક તરફ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પણે પાલન થતું હોવની વાત કરી છે અને બીજી તરફ રાજ્યમાં અવારનવાર વિજીલન્સની રેડ દરમિયાન લાખો રૂપિયાના દારુના મુદ્દામાલ સાથે બુટલેગરો પકડાય છે. ત્યારે હવે તો વડોદરાની સરકારી કચરીની જગ્યામાંથી અલગ-અલગ બ્રાંડની કેટલીક દારુની ખાલી બોટલો મળી આવી છે. એક સામાજિક કાર્યકર્તા દ્વારા વડોદરા મહાનગરપાલિકાની આકારણી વિભાગની ઓફિસની પાછળના ભાગના ગંદકીને લઇને તપાસ કરવામાં આવી ત્યારે ગંદકીની વચ્ચે ખાલી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. સામાજિક કાર્યકર્તાએ સમગ્ર મામલે મહાનગરપાલિકાના કમિશનર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર વડોદરા મહાનગરપાલિકાની આકારની વિભાગની ઓફિસની પાછળના ભાગમાંથી VMCના પરિસરમાંથી ખાલી દારુની 25થી 30 બોટલો મળી આવી હતી. એક સામાજિક કાર્યકર્તા દ્વારા આકારણી વિભાગની ઓફિસની પાછળના ભાગમાં રહેલી ગંદકી બાબતે તપાસ કરવામાં આવતી હતી, તે સમયે ગંદકીમાંથી 25થી 30 જેટલી દારુની બોટલ મળી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા VMCના સિક્યોરીટી હેડ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા નવાપુરા પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારીઓ VMCની કચેરી પર પહોંચ્યા હતા અને દારૂની ખાલી બોટલો જે જગ્યા પરથી મળી તે જગ્યા પર તપાસ શરૂ કરી હતી.

આ બાબતે VMCની સિક્યોરિટીના હેડ મંગેશ જૈશ્વાલે જણાવ્યું હતું કે, કચેરીનો આગળનો ભાગ રાતનાં સમયે બંધ થઇ જાય છે. પાછળના ભાગમાં જ ખાલી દારુની બોટલો છે. કેટલીક ખાલી બોટલો સયાજી વિહાર ક્લબવાળા ભાગ પર પણ પડી છે. પ્રાથમિક તપાસમાં એવી વાત જણાઈ છે કે, પાછળથી લોકો એન્ટર થઇ શકે તેવી બેથી ત્રણ જગ્યાઓ જણાઈ છે. પહેલા આ ભાગમાં ટોયલેટ બ્લોક અને જાળી હોવાના કારણે આ જગ્યા પ્રોટેક્ટ થતી હતી અને પરંતુ અત્યારે થોડું ઓપન છે એટલે બહારથી પણ કેટલાક લોકો આવીને આવું કૃત્ય કરી ગયા હોય કારણ કે, સયાજી વિહાર ક્લબ વાળા ભાગે પણ કેટલીક બોટલો પડી છે. ખાલી બોટલી 25થી 30 જેટલી છે એટલે આ બાબતે સયાજી વિહાર ક્લબવાળાઓનું પણ ધ્યાન દોરીશું.

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કહી રહ્યા છે કે, ગાંધીનાં ગુજરાતમાં દારૂ વેંચાતો નથી. હાલ લોકડાઉન છે કોર્પોરેશનની કચેરી ચાલુ છે ત્યારથી નાની-મોટી, કાચની કે, પ્લાસ્ટિકની ઘણી દારુની બોટલો ઝડપાઈ છે. આહિયા કેટલાક ખૂણામાં લોકોને દારૂ પીને બોટલો નાંખે તે વિચારવાનો વિષય છે. અમારી મુખ્યમંત્રીને વિનંતી છે કે, આ બાબતે મહાનગરપાલિકાના કમિશનરનો જવાબ લેવામાં આવે અને તેઓને સસ્પેન્ડ અથવા તો ડીસમીસ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp