BJPના સમર્થનની જાહેરાત બાદ ખોડલધામનો મોટો ખુલાસો

PC: abtakmedia.com

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ આજે BJP ગુજરાતના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, નરેશ પટેલે BJPને વોટ આપવાની અપીલ કરી છે, પરંતુ આ વાતનું સત્ય થોડા જ સમયમાં બહાર આવી ગયું હતું.

ખોડલધામના પરેશ ગજેરાએ BJPના સમર્થનની જાહેરાત બાદ તુરંત મીડિયાને જણાવ્યું હતું કે, ખોડલધામ BJPને સમર્થન કરવાની કોઈ જાહેરાત કરી નથી. જીતુ વાઘાણીની નરેશ પટેલ સાથેની મુલાકાત રાજકીય નહોતી, ફક્ત એક સામાન્ય મુલાકાત હતી. ખોડલધામે કોઈપણ પક્ષને સમર્થન આપવાની વાત કરી નથી. સમાચારોમાં જે પણ ખોડલધામના રાજકીય પાર્ટીને સમર્થનને લઈને સમાચાર છે, તે ફક્ત અફવા છે.

ઉલ્લેખનીય છે કે, આજે જીતુ વાઘાણીની નરેશ પટેલની મુલાકાત બાદ ગુજરાત ભાજપે જાહેર કર્યું હતું કે નરેશ પટેલે પાટીદાર સમાજને ભાજપને જીતાડવા માટે અપીલ કરી છે. બન્ને વચ્ચેની મંત્રણા પોઝીટીવ રહી હતી, અને સારા વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી. નરેશ પટેલે જીતુ વાઘાણી અને ભાજપની જીત માટે અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp