ગુજરાતમાં 48 સરકારી હોસ્પિટલમાં ડાયાલિસીસની સુવિધા ઉભી કરવામાં આવી છે

PC: deshgujarat.com

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન ગંભીર બીમારી ધરાવતા બાળકો સંદર્ભના પ્રશ્નનો રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. આ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ધરાવતા વિદ્યાર્થીઓની રાજ્ય સરકારના ખર્ચે સારવાર કરવામાં આવે છે. આવી સારવાર પૂરી પાડનારું ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર છે.

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીના વજન-ઉંચાઇથી માંડીને આંખોની તપાસ, ચશ્માનું વિતરણ એટલું જ નહીં, ટીબી, કેન્સર, હૃદય સંબંધી બીમારી, લિવર, કિડની જેવી અનેક ગંભીર બીમારી સંદર્ભે સારવાર કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, જન્મથી જ બહેરા મૂંગા બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ સારવાર રૂપિયા નવ લાખનો ખર્ચ ભોગવીને રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરી પાડે છે. આવી જ રીતે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા 10 થી 20 લાખનો ખર્ચ થાય છે. રાજ્ય સરકાર આ સારવાર પણ બાળકોને વિનામૂલ્યે પૂરી પાડે છે.

કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના આ કાર્યક્રમ અંતર્ગત શાળાએ જતા, આંગણવાડીમાં જતાં બાળકો ઉપરાંત શાળાએ નહિ જતા બાળકોને તેમ જ મંદબુદ્ધિના બાળકોને પણ આવરી લેવામાં આવ્યા હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે પૂરક માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 48 સરકારી હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા ઉભી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp