નર્મદાનું પાણી જાણ કર્યા વગર બંધ કરતાં ખેડૂતો આંદોલનના માર્ગે

PC: thehindubusinessline.com

નર્મદા નહેરનું પાણી ન આપવા સામે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સરકારને આખરી ચીમકી આપીને કહ્યું છે કે જો 20 ફેબ્રુઆરી સુધીમાં પાણી છોડવામાં નહીં આવે તો રામપુરા ગામના ખેડૂતો એકઠા થઈને મહેસાણા કલેક્ટર કચેરી સામે ભાજપ સરકાર વિરૃદ્ધમાં દેખાવો કરશે. ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. અને પાણી એકાએક આપવાનું બંધ કરી દેવાયું છે. જેના કારણે રાજ્યમાં એક લાખથી વધારે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.

મહેસાણાના ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને કહ્યું છે કે, પાકનું વાવેતર તો નહેરના આધારે કરેલું હતું. સરકાર જાણતી હતી કે નર્મદામાં પાણી નથી તો પછી પાણીનો બગાડ સરકારે પોતે જ કેમ કર્યો અને હવે ચૂંટણી પૂરી થતાં જ ખેડૂતોને પાક ન વાવવનું કહ્યાં વગર જ પાણી કેમ બંધ કરી દીધું છે તે સમજાતું નથી. જિલ્લા કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપીને સરકારને આ અંગે જાણ કરવા તાકીદ કરી છે. હવે એક કે બે પાણીની જ જરૂર છે ત્યારે કેમ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે ? તેમ ખેડૂત આગેવાન પ્રભાત સોલંકી, કનક ઝાલાએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp