માંડવી સુગર ફેક્ટ્રી ફરી કાર્યરત કરવા સાંસદ પ્રભુભાઈ વસાવાને અપાયું આવેદનપત્ર

PC: khabarchhe.com

માંડવી સુગર ફેક્ટ્રીના સભાસદો દ્વારા 23-બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાને આવેદનપત્ર આપીને આદિવાસી વિસ્તારમાં આવેલી સુગર ફેક્ટ્રીને ફરી કાર્યરત કરવાની માગણી કરી હતી. આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સંપૂર્ણ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવે છે તેમજ 90 ટકા સભાસદો આદિવાસી છે. સુગર ફેક્ટ્રી ફરીથી ચાલુ થવાથી માંડવી તાલુકાના વિસ્તારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર ઊભી થઈ શકે છે તેથી આ સુગર ફક્ટ્રી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે.

ખેડૂત આગેવાને કહ્યું હતું કે વડોદ ગામે માંડવી સુગર ફેક્ટ્રી આવેલી છે માંડવી સુગર ફેક્ટ્રી છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં છે. તેની સ્થાપના વર્ષ 2014-15મા થઈ હતી જે ખૂબ જ અદ્યતન ફેક્ટ્રી છે. આ સુગર ફેક્ટ્રી માંડવી આસપાસના વિસ્તારના શેરડી પકવતા ખેડૂતોની આજીવિકા અને જીવાદોરી છે. શેરડી પકવતા ખેડૂતોને શેરડી ક્યાં આપવી તેની મુશ્કેલી ઊભી થઈ છે. અમારા બધાની એવી માગણી છે માંડવી સુગર ફેક્ટ્રી તાત્કાલિક ધોરણે ચાલુ થાય.

23-બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માંડવી વિભાગ ખાંડ મંડળી બંધ હાલતમાં પડી છે આ અદ્યતન ફેક્ટ્રી કોઈક કારણોથી બંધ પડી છે. આ સુગર ફેક્ટ્રી માંડવી, માંગરોળ ઉમરપાડા જેવા વિસ્તારના ખેડૂતોની જીવાદોરી છે. તો આ સુગર ફેક્ટ્રી ફરી ચાલુ થાય તે માટે માંડવી તેમજ આસપાસના ખેડૂત આગેવાનોએ મને આવેદન આપ્યું છે હું પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ અને સહકારી વિભાગ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને ખેડૂતોના હિતમાં તે ફરી ચાલુ થાય તે માટે રજૂઆત કરીશ તેવી ખેડૂતોને સાંત્વના આપી હતી.

આ અગાઉ સાંસદ પ્રભુભાઈ વસાવાએ માંડવી-કીમ રોડના મજબૂતીકરણ માટે કાયમી ઉકેલ લાવવા GSRDCના તાબા હેઠળના રોડને માર્ગ-મકાન વિભાગ (સ્ટેટ)ને તબદીલ કરીને વહેલી તકે કાર્ય શરૂ કરવા કેબિનેટ મંત્રી પૂણેર્શભાઈ મોદી (માર્ગ અને મકાન)ને રજૂઆત કરી હતી. તેમજ માંડવી ખાતે નવનિર્માણ પામેલા 43 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજનું લોકાર્પણ કરવા માટે આમંત્રણ પાઠવ્યુ હતું અને માંડવી વિધાનસભા વિસ્તારમાં નોન પ્લાન રસ્તાની વહેલી તકે મંજૂરી માટે રજૂઆત કરી હતી. જેમાં માંડવી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન રોહિતભાઈ પટેલ, જિલ્લા મંત્રી ચંદુભાઈ ચૌધરી, તાલુકા મહામંત્રી અનિલભાઈ ચૌધરી, મુકેશભાઇ પટેલ તેમજ યુવા આગેવાન દ્રુવાંગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp