અહીં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો આવી ઠંડીમાં પણ 8થી10 દિવસ ઉભા રહે છે લાઈનમાં

PC: highereducationplus.com

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે જે માટે વિવિધ સ્થળે ખરીદી કેન્દ્ર શરુ કરવામાં આવ્યુ છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં પણ યોગ્ય વ્યવસ્થા ન ઉપલબ્ધ કરવાના કારણે મગફળી ભરેલા ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગે છે.

માહિતી મુજબ છેલ્લા 8થી 10 દિવસ સળંગ લાઈનમાં જે ખેડૂતો ઉભા છે તેમનો પણ હજી વારો આવ્યો નથી. મગફળીની ખરીદી માટે થયેલા 6000 ખેડૂતોના રજીસ્ટ્રેસન સામે હજૂ માત્ર 2000 ખેડૂતોની જ મગફળી તોલવામાં આવી છે. તેથી આવી કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.

પોતાની મજબૂરીના કારણે આવી ઠંડીમાં પણ ખેડૂતો તેમની મગફળી ક્યારે વેચાશે તેની રાહ જોઈ રહ્યાં છે. તો ખેડૂતોએ આરોપ પણ લગાવ્યો છે કે 2000 રૂપિયા આપીને પહેલા વારો લેવામાં આવે છે અને ટોકન આપવામાં આવે છે. એક તરફ સરકાર દ્વારા ખરીદ કેન્દ્ર પર યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાવવામાં આવતા તેમજ મજૂરો પણ હડતાળ પર હોવાના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp