ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી 102 ઉમેદવારો લડશે, જુઓ આખું લિસ્ટ

PC: indiatimes.com

રાજ્યમાં ચૂંટણીપંચ દ્વારા 8 બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે 8 બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકનો સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીનું મતદાન 3 નવેમ્બરના રોજ યોજાશે ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી યોજવામાં આવી હતી. જેમાં 8 બેઠકોની પેટાચૂંટણીમાં 135 ઉમેદવારોએ ઉમેદવારીપત્રકો ભર્યા હતા. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી અને 17 ઓક્ટોબરના રોજ ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 33 જેટલા ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા અને 102 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.

8 બેઠકો ઉપર જે ફોર્મ ભરાયા છે તે બાબતે વિગતે વાત કરવામાં આવે તો કપરાડા બેઠક પર 19 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી ભારતીય જનતા પાર્ટીનો 1 ઉમેદવાર, કોંગ્રેસ પાર્ટીમાંથી 1 ઉમેદવાર, બહુજન મુક્તિ પાર્ટીનો 1 ઉમેદવાર, ભારતીય જન પરિષદનો 1 ઉમેદવાર, બહુજન મહા પાર્ટીનો 1 ઉમેદવાર અને અને 14 ઉમેદવારે અપક્ષમાંથી ફોર્મ ભર્યા હતા.

લીંબડી બેઠક પર કુલ 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમા ભાજપના 1 ઉમેદવાર, કોંગ્રેસ 1 ઉમેદવાર, અખિલ ભારતીય રાજાર્ય સભાનો 1 ઉમેદવાર અને અપક્ષના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

મોરબી બેઠક પર કુલ 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમા ભાજપના 1 ઉમેદવાર, કોંગ્રેસના 1 ઉમેદવાર અને અપક્ષના 18 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ધારી બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમા ભાજપના 1 ઉમેદવાર, કોંગ્રેસના 1 ઉમેદવાર, વ્યવસ્થા પરીવર્તન પાર્ટીનો 1 ઉમેદવાર, યુવા જન જાગૃતિ પાર્ટીનો 1 ઉમેદવાર, રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટીનો 1 ઉમેદવાર અને અપક્ષના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ગઢડા બેઠક પર કુલ 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમા ભાજપના 1 ઉમેદવાર, કોંગ્રેસના 1 ઉમેદવાર, રાષ્ટ્રીય જન ચેતના પાર્ટીના 1 ઉમેદેવાર અને અપક્ષના 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

કરજણ બેઠક પર કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમા ભાજપના 1 ઉમેદવાર, કોંગ્રેસના 1 ઉમેદવાર, ભારતીય જન ક્રાંતિ પાર્ટીનો 1 ઉમેદવાર, BTPનો 1 ઉમેદવાર અને અપક્ષના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ડાંગ બેઠક પર કુલ 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમા ભાજપના 1 ઉમેદવાર, કોંગ્રેસના 1 ઉમેદવાર, BTPનો 1 ઉમેદવાર અને અપક્ષના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

કપરાડા બેઠક પર કુલ 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમા ભાજપના 1 ઉમેદવાર, કોંગ્રેસના 1 ઉમેદવાર અને અપક્ષના 2 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp