નરેશ પટેલને લઇ જાણો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે શું કહ્યું, આ ઓફર કરી

PC: https://www.facebook.com/HardikPatel.Official

જયારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે-ત્યારે નરેશ પટેલ કઈ રાજકીય પાર્ટીની સાથે જોડાશે તે બાબતેને લઈને રાજકરણમાં ગરમાવો આવે છે. ત્યારે હવે ફરીથી આ વાતે જોર પકડ્યું છે. ત્યારે નરેશ પટેલ બાબતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સમાજ સાથે કામ કરતા લોકો કોઈ પણ પાર્ટીમાં જોડવા માટે તે સ્વતંત્ર હોય છે. નરેશભાઈએ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર સમજના ઉત્થાન માટે અનેકો કાર્ય કર્યા છે. તે માત્ર સમાજ સેવક કરતા પણ લોકોનુ ભલું ઇચ્છનાર વ્યક્તિ છે. હું એવું માનું છું કે આ વ્યક્તિ રાજકારણમાં આવીને વધુમાં વધુ લોકોની સેવા કરવા માગતા હોય તો સ્વભાવિક રીતે તેમના માટે દરવાજા ખુલ્લા છે. વાત રહી કોંગ્રેસ પાર્ટીની બે દિવસ પહેલા અને ગઈ કાલે પણ અમારા જગદીશ ઠાકોરે પણ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે, નરેશ પટેલને કોંગ્રેસમાં આવીને લોકોની સેવાનું બીડું ઉઠાવવું હોય તો કોંગ્રેસ પાર્ટી લાલજાજમ સાથે તેમનું સ્વાગત કરશે. આપણે બધા જાણીએ છીએ કે નરેશ પટેલ ગામડાઓનો પ્રવાસ કરતા હોય છે. રાજકોટમાં તો વિદ્યાર્થીઓને ભણાવવા માટેનું સંકુલ પણ ચલાવે છે. માં ખોડિયાર જે પાટીદાર સમાજના કુળદેવી છે તેમની સંસ્થા સાથે નરેશ પટેલનો સારો નાતો પણ છે. આવા વ્યક્તિનું રાજકારણમાં સ્વાગત કરું છું. હું ગુજરાતના યુવાનોને પણ કહું છું કે નરેશ પટેલ જેવા સારા વ્યક્તિ રાજકરણમાં આવીને ભલું કરવાનું વિચારતા હોય તો ગુજરાતના યુવાનોએ પણ રાજકારણમાં આવીને ગાંધી, સરદાર, પ્રમુખ સ્વામી મહારાજ અને નરસિંહ મહેતાના ગુજરાતને સારું કરવા માટેના પ્રયાસ કરવા જોઈએ.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઘણી ચર્ચા મીડિયા માધ્યમથી કહેવી યોગ્ય નથી. પણ માનીલો કે નરેશ પટેલ રાહુલ ગાંધીને કે અશોક ગેહલોતને મળ્યા હશે તે બાબતે હું ખુલ્લીને જાણતો નથી. પણ મળ્યા હશે તો તેમાં કઈ ખોટું નથી. વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ પણ તેમને મળવા ગયા હતા. વચ્ચે વિજય રૂપાણી પણ તેમને મળવા ગયા હતા. એટલે કોઈ પણ માણસને કોઈ વ્યક્તિ મળી શકે છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવતા હશે તો કોંગ્રેસનો એક-એક કાર્યકર્તા અને આગેવાન રાજીથશે. ત્યારબાદ ગુજરાતને બચાવવા માટેના જે પ્રયાસો કરવાના હશે તે પ્રયાસો સંપૂર્ણ સાથે મળીને કરીશું. જ્યારે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે તમે કહેતા હતા કે યુવાન જોડાયા એટલે પાર્ટીને થશે. કોઈ પણ યુવાન હોય કે સમાજ સેવક હોય તે પાર્ટીમાં જોડાય એટલે પાર્ટીને ફાયદો થાય. એક-એક માણસ પાર્ટીમાં આવશે તો ટીપે-ટીપે સરોવર ભરાય તે રીતે કોંગ્રેસ પાર્ટીની મજબૂતી નક્કી થશે.

હાર્દિક પટેલે અંતમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલ પોતાની વાત કરવામાં સ્વતંત્ર છે. નરેશ પટેલ સ્વતંત્ર રીતે કોઈ પણ નિર્ણય કરશે તે તમને પણ ગમશે અને અમને પણ ગમશે. હું વારંવાર કડવા-લેઉવા શબ્દનો ઉપયોગ નથી કરતો. ગુજરાતની અંદર પાટીદાર સમાજની એકતા માત્ર અમારા માટે નથી. અમે હંમેશા ગુજરાતના તમામ સમાજનું ભલું ઇચ્છનારા લોકો છીએ. ગુજરાતના તમામ સમાજને સાથે રાખનારા સમાજમાંથી અમે આવીએ છીએ. હું હંમેશા કહું છું કે સમાજની એકતા માત્ર સભાઓ કરવા માટે કે મંદિરો બાંધવા માટે નથી હોતી. સમાજની એકતા એક-બીજાને મદદ કરવાની હોય છે. હું સ્પષ્ટ માનું છું એ સરદાર પટેલ, ગાંધીજી અને સુભાષચંદ્રની પાર્ટી છે. હું તો એવું ઈચ્છું કે ગુજરાતમાં સાડા છ કરોડ લોકો કોંગ્રેસની સાથે જોડાય. અમે ધીરે-ધીરે ગુજરાતના લોકોનો અવાજ ઉપાડીશું. ગુજરાતના લોકોને મળીશું. ગુજરાતના લોકોની અપેક્ષા પૂર્ણ કરીશું. એટલે ગુજરાતના લોકો કોંગ્રેસની મદદ કરશે. નરેશ પટેલ સામાજિક રીતે સૌરાષ્ટ્રમાં મજબૂત છે. નરેશ પટેલ જયારે પોલિટીકલ પાર્ટી બાબતે નિર્ણય કરે ત્યારે તેમની સાથે રહેલી ટીમ, તેમની સાથે જોડાયેલા જૂના જોગી, તેમની સાથે જોડાયેલા ધારાસભ્યો આ બધા લોકોને લઇને આવે. આ સમય માત્ર રાજકીય પાર્ટીમાં જઈને કોઈને હરાવવાનો સવાલ નથી આજે ગુજરાતનો બચાવવાનો સમય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp