કચ્છના નખત્રાણામાં CNG વાનમાં લાગી આગ, 3 બાળકો સહિત 4 જણા આગમાં ભડથું

PC: youtube.com

કચ્છના નખત્રાણાથી નિરોણા તરફ જતા હાઇવે પર જતી એક વાનમાં આગ લાગાવાની ઘટના બની હતી. જે સમયે વાનમાં આગ લાગી હતી, ત્યારે તેમાં 12 લોકો સવાર હતા. વાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના 3 બાળકો અને 1 વ્યક્તિ ભડથું થઇ ગયા હતા, જ્યારે 8 લોકો દાઝી ગયા હતા. તેમને સરવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

એક રીપોર્ટ અનુસાર, એક જ પરીવારના 12 સભ્યો બિબ્બર ખાતે દર્શન કરવા વાનમાં જતા હતા. આ પરિવાર જે કારમાં જતો હતો, તેમાં CNG ગેસની કીટ લગાવવામાં આવી હતી. આ કાર જ્યારે કચ્છનાં નખત્રાણા અરલ ફાટક નજીક પહોંચી ત્યારે કારમાં કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોએ વાનમાં બેઠેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આ આગમાં આઠ જણા દાઝી ગયા હતા અને એક જ પરિવારના 3 બાળકો અને 1 વ્યક્તિ આગમાં બળી ગયા હતા.

આગની ઘટનામાં દાઝેલા લોકોને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામ લોકોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. કારમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે વાન આગમાં બળીને ખાખ થઇ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp