અમદાવાદમાં માત્ર બે દિવસમાં 108 ઈમરજન્સીને આવ્યા રેકોર્ડ બ્રેક કોલ

PC: khabarchhe.com

દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોનો સૌથી લોકપ્રિય તહેવાર દિવાળી છે તેમજ દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા પણ કંઈક અલગ હોય છે. જો કે, આ વખતે અમદાવાદ માટે દિવાળી એટલી સારી નથી રહી, લોકો માટે આ વખતે દિવાળી દુખદાયક બની રહી છે. વેકેશનના લીધે દિવાળીમાં ફટાકટા ફોડવાથી દાઝવાના બનાવ, આગની ઘટનાઓ, અકસ્માત જેવી ઈમરજન્સીમાં સારવાર માટે લોકોને વધારે પૈસા ચૂકવે છે. આ વખતે દિવાળી વેકેશનમાં ગત વર્ષ કરતા 108 ઈમરજન્સી સેવાને 17 ટકા વધારે કોલ આવ્યા છે.

તેમજ તમને જણાવી દઈએ કે, દિવાળીના તહેવાર નિમિતે 7 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં 108 એમ્બ્યુલન્સ હેલ્પ લાઈન પર આ વર્ષે સૌથી વધારે ઈમરજન્સી કોલ આવ્યા છે. જે અત્યાર સુધીના રાજ્યના રેકોર્ડ બ્રેક કોલ હતા. તેમજ તમને જાણીને નવાઈ લાગશે પણ દીવાળીના દિવસે અને નવા વર્ષના દિવસે માત્ર બે દિવસમાં અમદાવાદમાં જ ખાલી ઈમરજન્સી સારવાર માટે 7033 કોલો આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp