વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ, રાહતદરે સેવા

PC: youtube.com

IVF ક્ષેત્રે એક માઈલ સ્ટોન બની ગયેલા સ્વર્ગીય ડૉ.પૂર્ણિમા નાડકર્ણીની સ્મૃતિમાં તેમના જન્મદિવસ 25 નવેમ્બરના રોજ નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દ્વારા વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડની શરૂઆત કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા ડૉ.પૂજા નાડકર્ણી સિંહ અને ડૉ.પ્રભાકર સિંહ એ જણાવ્યું હતું કે 21st Century Hospitals સુરત અને નિમાયા વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા વંધ્યત્વ યુગલો માટે ડો. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી છે. વંધ્યત્વ યુગલોને NGO તરફથી સહાય મળતી નથી. ટ્રસ્ટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવતી નથી. 21st Century Hospitals એક ભંડોળ શરૂ કર્યું છે જ્યાં લાયક યુગલોની ચકાસણી કરવામાં આવે છે અને લાયક લાગે તો તેમની સારવાર માત્ર 35,000ની ઓછામાં ઓછી કિંમત સાથે કરવામાં આવશે.

આ ફીમાં લેબ ટેસ્ટિંગ, મેડિકલ સ્ટોરની દવાઓ, તમામ હોર્મોન્સ, IVF લેબ ચાર્જ, સોનોગ્રાફી, સુધી હોસ્પિટલમાં રહેવા અને IVF પછી 15 દિવસ સુધી આપવામાં આવતી દવાઓ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. IVFનો બાકીનો ખર્ચ નીમાયા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. હાલમાં આ ભંડોળ હેઠળ દર મહિને 10 દર્દીઓને લાભ આપવામાં આવશે. પરંતુ જો ભવિષ્યમાં NGO પાસેથી ભંડોળ મળે તો ચોક્કસપણે આ કાર્યક્રમ હેઠળ સારવાર લઈ શકે તેવા દર્દીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp