આ કારણે ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે પણ નહીં યોજાય ચૂંટણી

PC: google.com/maps

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સેનેટ અને વેલફેરની ચૂંટણી યોજાય નથી પરંતુ આ વર્ષે પણ સેનેટની ચૂંટણી યોજાય તેવા કોઈ પણ સંજોગો દેખાઈ રહ્યા નથી. કારણ કે, 31 માર્ચના રોજ સેનેટ સભ્યોની સમય મર્યાદા પૂરી થાય છે પરંતુ ચૂંટણી યોજવાને લઇને યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું નથી. સામાન્ય રીતે ચૂંટણીના યોજવાના બે મહિના આગાઉ યુનિવર્સિટીને જાહેરનામું બહાર પાડવું પડે છે. ત્યારે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારનું જાહેરનામું બહાર ન પાડવામાં આવતા આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને વેલફેરની ચૂંટણી યોજાય તેવા એંધાણ દેખાઈ રહ્યા નથી.

આ વર્ષે પણ ચૂંટણી ન થવાની સંભાવનાઓ દેખાત ABVP અને NSUIના કાર્યકર્તાઓ પ્રસાસન સામે બાયો ચડાવી છે અને AMVPના કાર્યકર્તાઓએ સમગ્ર મામલે દોષનો ટોપલો NSUI પર ઢોળ્યો છે, ત્યારે NSUIના કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં ચૂંટણી નહીં યોજાય તો કાળા વાવટા ફરકાવી રાજ્યપાલનો વિરોધ કરવામાં આવશે.

ABVPના કાર્યકર્તાઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, NSUIની કોંગ્રેસ દ્વારા ચૂંટણી કેન્સલ કરાવવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક અનામતને લઇને, મતદાનની ખોટી યાદીને લઇને કે, પછી સીટોને લઇને ખોટી વાંધા અરજીઓ આપવામાં આવે છે, જેના કારણે ચૂંટણી રદ થાય છે. આં વર્ષે ચૂંટણી થાય તેની પૂરેપૂરી સંભાવના હતી પરતું આ વર્ષે પરીક્ષા નજીક હોવાના કારણે ચૂંટણી તય તેવી સંભાવનાઓ દેખાઈ રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp